SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર પછાતવિશદીકરણ શ્લેક-૫ तदिदमखिलम्मनसिकृत्याह सम्भावणे विसद्दो दिळंतोऽनणुगुणो पयंसेइ । सामण्णाणुमईए सूरी पुण अंसओ बाहं ॥ ५ ॥ . ચાહવા-સોમરિ નાનારિરી)યarઉત્તરાઃ વમવને, તેન (7) સર્વ સોપવા, यतनादिसत्त्वे भावोत्कर्षे दोषाभावात् । दृष्टान्तोऽशुद्धदानरूपः शुद्धजिनपूजायामननुगुणोऽननुकूलः । सूरिः अभयदेवसूरिःपुनः, सामान्यानुमितौरनानत्वपूजात्वाद्यवच्छेदेन निर्दोषत्वानुमितौ “न દેવગતિનું દીર્ઘ શુભઆયુ બંધાત, એના બદલે અશુદ્ધદાનથી આ દેવગતિનું અપશુભઆયુ બંધાયું, એટલે એટલું નુકસાન થવા રૂપ અહિત થયું. અન્ય આચાર્યોએ આ જે રીતે અર્થઘટના કરી છે તે જ રીતે અવ્યુત્પન્ન જીવોની વિધિવિકલ જિનપૂજા અંગે બહુનિર્જરા અને અ૯૫ પાપબંધનું અર્થઘટન પણ સમજી લેવું. નિકષ જ્યાં દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્ય આશ્રો જેમાં જેમાં સંભવિત હોય તેવા અનુષ્ઠાનોનું શાસ્ત્રોમાં જે પ્રતિપાદન આવે છે તે બધામાંથી આવે તાત્પર્યાથ ફલિત થાય છે કે જે એ અનુષ્ઠાન વિધિના પરિપૂર્ણ પાલન પૂર્વક થયું હોય તે અલ્પ પણ પાપબંધ થતો નથી, પણ માત્ર પ્રચુર નિર્જરા જ થાય છે. પણ જો એમાં વિધિપાલનની ખામી હોય તે શુભભાવને અનુસરીને વિપુલનિરા થાય છે, અને અલપતર પાપબંધ થાય છે. જા [ ગ્રન્થકારકૃત અર્થઘટન અંગે સંભવિત શંકા ] આ બધી બાબતેને મનમાં રાખીને ગ્રન્થકાર આગળ કહે છે–(તાત્પર્ય એ છે કે, જે અનુષ્ઠાનમાં હિંસા વગેરે રહ્યા હોય તે અનુષ્ઠાન પણ જે સંપૂર્ણવિધિ પૂર્વક હેય તે તિવિમિતક જરાય પાપબંધ થતું નથી. એટલે કે એમાં અલ્પ પણ દોષ લાગતે નથી એવું ઉપરની વિચારણાથી નકકી થાય છે. તેથી વિધિશુદ્ધ જિનપૂજા અંગે કૂપખનન દૃષ્ટાન્તને “જેમ કૃપખનનમાં પ્રારંભે શ્રમ-કાદવથી ખરડાવું વગેરે અલ્પ દોષ લાગ્યા પછી પાણી પ્રાપ્ત થવાથી એ બધા દોષ દૂર થઈ સ્વ–પરને તૃષાશમન વગેરરૂપ મહાલાભ થાય છે તેમ જિનપૂજામાં અ૯પદોષ અને મહાલાભ છે” આ રીતે ઘટાવવું યોગ્ય ન રહેવાથી એ જ રીતે ઘટાવવું આવશ્યક બને છે કે “જેમ કૃપખનન સ્વ–પર ઉપકારજનક બને છે એમ સ્નાનપૂજા વગેરે પણ કરણ– અનુમોદન દ્વારા સ્વ–પર ઉપ કારક બને છે.” પણ આનું તે શ્રી અભયદેવસૂરિ મહારાજે “ર ચિતટુ મામાનુષાર” (આ રીતે અર્થઘટન એ આગમાનુસારી નથી) એમ કહીને ખંડન કર્યું છે. તેમજ તેઓશ્રીએ સ્વઅભિપ્રાય મુજબ કૃપખનન દૃષ્ટાન્તને ઘટાવવા માટે જે અનુમાન આપ્યું છે કે “અધિકારી જીવે કરેલ કંઈક સદોષ એવા પણ નાનપૂજાદિ ગુણકર છે, કેમકે વિશિષ્ટ શુભ ભાવનો હેતુ છે, જે વિશિષ્ટ શુભભાવને હેતુભૂત હોય તે ગુણકર હોય છે, જેમકે કૃપખનન, જયણપૂર્વક કરતા સ્નાનપૂજાદિ વિશિષ્ટ શુભભાવના હેતુભૂત છે, માટે ગુણકર છે,” આ અનુમાનમાં સ્નાનાદિને “સદોષ” તરીકે સ્વયં ઉલલેખ કરી જ દીધું છે તે હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે? એવા પ્રશ્નને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે.)
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy