SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭. અપાયુષ્કતા અંગેના સૂત્રની વિચારણા * एतेन “कहन्नं भन्ते जीवा अप्पाउत्ताए कम्मं पगरेंति ? पाणे अइवइत्ता, मुसं वइत्ता, तहारूवं समण वा अफासुएणं अणेसणिज्जेण असण-पाण-खाइम-साइमेण पडिलाभित्ता एवं खलु जीवा अप्पाउयत्ताए कम्म पगरेन्ति” इत्यत्र अध्यवसायविशेषादेतत्त्रयं जघन्यायुःफलमिति व्याख्यायદ્રવ્યહિંસાને જે અહીં (નિષિદ્ધ માનવાની હોય અને તેથી એને) દોષરૂપે ગણવામાં આવે તે એ દોષ તો પૂજા સાથે અવયંભાવે સંકળાએલ હોવાથી આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજ “વાવ નવિ છો ૩ ચિ..(“જે કે કાયવધ કેક રીતે થાય છે...) એવું ન કહેત, પણ એમ કહે કે યવો હો રવિ નિયમેળ” (એટલે કે કે કાયવધ અવશ્ય થાય છે...”), પણ આવું કીધું નથી. માટે નક્કી થાય છે કે અહીં અવિધિસ્થલીય કાયવધ કે જે જયણાના અપરિપૂર્ણ પાલન વગેરે રૂપ પ્રમાદથી યુક્ત છે તેને જ દોષ તરીકે ઉલ્લેખ છે, અને તે જ સ્નાન-પૂજાદિને કંઈક દુષ્ટ બનાવે છે. [ નિષેધ પણ અવિધિકૃતહિંસાને, વિધિકૃતહિંસાનો નહિ ] વળી, ઉપદેશપદ વગેરેમાં પદાર્થ—વાકયાર્થ–મહાવાક્ષાર્થ અને ઐદંપર્યાર્થીની વિચારણામાં તો એ વાત નિશ્ચિત થએલી જ છે કે હિંસા સામાન્યનો (સામાન્યથી હિંસાને) શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવ્યો છે અને તેથી જે દોષરૂપે નિશ્ચિત છે) તે અવિધિકૃતહિંસાના નિષેધનું જ તાત્પર્ય ધરાવે છે, વિધિકૃતહિંસાના નિષેધનું નહિ. માટે શાસ્ત્રીય વિધિની સંપૂર્ણ હાજરીમાં જે હિંસા થાય છે તે નિષિદ્ધ ન હોઈ દેષરૂપ નથી, નહિતર તે ચૈત્યગૃહ-લોચ વગેરેમાં પણ એ દેષ લાગવો દુર્નિવાર બની જાય. આ બધી બાબતોને ઉપદેશપદ વગેરેમાં સૂક્ષ્મ વિચાર કરવામાં આવ્યો છે. માટે નક્કી થાય છે કે સ્નાન-પૂજા વગેરેમાં પણ જે જયણ વગેરે વિધિનું પરિપૂર્ણ પાલન હોય તે અ૯૫ પણ હિંસાદિ દોષ લાગતું નથી. (સારાંશ એ છે કે પૂજા પંચાશકની , ૪૨ મી ગાથામાં, જિનપૂજા, નિષિદ્ધ એવા કાયવધથી ગર્ભિત હોવાથી દોષવાળી હોઈ, પરિશુદ્ધ શી રીતે મનાય ? એવી શંકાના જવાબમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જે કહ્યું છે કે “એ શંકાને જવાબ આપીએ છીએ–જે કે જિનપૂજામાં કો'ક રીતે કાયવધ થાય છે, તે પણ એ ફૂપના દૃષ્ટાંત મુજબ પરિશુદ્ધ છે” તેમાં આ અવિધિ સ્થલીય કાયવધની વાત છે, અને તેવા સ્થળે પણ જિનપૂજા પરિશુદ્ધ હવામાં ફૂપનું દષ્ટાન્ત તેઓશ્રીએ જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિ મહારાજે કુપદષ્ટાતનું જે અર્થઘટન કર્યું છે તે આ રીતે આવા અવિધિસ્થલીય કુપદષ્ટાન્તનું અર્થઘટન જાણવું. અમે જે ફૂપદષ્ટાન્તનું અર્થઘટન કરીએ છીએ તે વિધિસ્થલીય ફૂપદષ્ટાન્તનું છે. માટે બનેના તાત્પર્ય જુદા જુદા હોવાથી કેઈ વિરોધ નથી.) [અપાયુષ્કતા અંગે પણ વિધિવિકલ જિનપૂજાનું જ દષ્ટાત] આમ “વિધિશુદ્ધ” પૂજામાં અ૯પ પણ દોષ નથી એવું જે નિશ્ચિત થયું તેનાથી ૯ ૨૪૬ gટે ? qતૌ “E” રૂનાન્વયઃ | 0१४९ व्याख्याय' इति अस्य पृ. १८ पं० ९ 'इति व्याख्यानेऽपि' इत्यनेन सह अन्वयः ।
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy