SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ અને વંદન શિ જેઓશ્રી વર્ધમાન તપની ૧૦૮ ઓળીના આરાધક છે. હિ. જેઓશ્રીની નિશ્રામાં લગભગ ૨૦૦ મહાત્માઓ પવિત્ર જીવન જીવી રહ્યા છે. છે જેઓશ્રીએ ઉચ્ચપ્રકાશના પંથે (પંચસૂત્રવિવેચના), પરમ તેજ (લલિતવિસ્તરાની વિવેચના) જેવા લોકભોગ્ય તાત્વિક ગ્રન્થોની શ્રીજિનશાસનને ભેટ ધરી છે. છે જેઓશ્રીએ દિવ્યદર્શન સાપ્તાહિક દ્વારા પોતાના શાસ્ત્રાનુસારી મૌલિક ઊંડા ચિંતનોને લોક સુધી પહોંચાડી લોકોને વૈરાગ્યરસના પાન કરાવ્યા છે. િધાર્મિક શિક્ષણ શિબિરો દ્વારા જેઓશ્રી હજારો યુવકેના જીવનનું ધાર્મિક ઉત્થાન કરનારા છે. શિ જેઓશ્રીના અધ્યયન-અધ્યાપનાદિના કુશળ આયોજનના પ્રભાવે શ્રીજિનશાસનને એક પછી એક વિદ્વાન શિષ્યોની ભેટ મળતી જ રહે છે. |િ કર્મવિષયક “બંધવિધાન સહાગ્રન્થના બે મુખ્ય સૂત્રધાર મહાત્માઓ અને અનેક વૃત્તિકાર મહાત્માઓ જેઓશ્રીના શિષ્ય-પ્રશિખ્યાદિ છે. |િ વર્તમાન શ્રી સંઘમાં, હજારો યુવકેને આકષીને જિનવાણીનું પાન કરાવી શકે એવા જે કાઉડ પુલર ધર્મોપદેશક વક્તા મહાત્માઓ છે તેમજ જે સિદ્ધહસ્તલેખક મહાત્માઓ છે તેઓ મોટે ભાગે જેઓશ્રીનું શિષ્ય-પ્રશિષ્યાદિપણુ. કે નિશ્રા પામેલા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. 8િ જેઓશ્રીએ સ્વયં સ્યાદવાદને જાણ્યો છે, યથાર્થ રીતે સમજે છે અને જેઓશ્રી અન્યોને યથાર્થ રીતે સમજાવી રહ્યા છે. હિજેઓશ્રીએ સ્વજીવનમાં અને સ્વનિશ્રામાં સ્વાધ્યાયની ધૂણી ધખાવી છે. છે જેઓશ્રી પંચાચારના સ્વયં અપ્રમત્તપાલક છે, અને નિશ્રાવતી મહાત્માઓને પંચાચારનું પાલન કરાવવામાં તત્પર છે. હિ. જેઓશ્રી તપ-ત્યાગ અને તિતિ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સંઘહિતચિંતક પૂજ્યપાદ ગુરુભગવંત આચાર્ય દેવેશ શ્રીમદવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર સમર્પણ, અને ચરણકમલમાં કેટિશઃ વંદન..
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy