SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નિમન્ત્રણ વગેરેમાં ગુર્વાઝા આવશ્યક [ ૮૭ तम्हा गुरुपुच्छाए इहमहिगयजोग्गओ कुणउ । किच्चं अकए किच्चे वि फलं तीए इहरा फलाभावो ॥६८॥ (तस्माद्गुरुपृच्छ येहाधिगतयोग्यत करोतु । कृत्यमकृते कृयेऽपि फल तयेतरथा फलाभावः ॥६८॥) નિમત સમ્મા || तम्ह त्ति । तस्मात् योग्यतानधिगमस्याऽश्रेयस्त्वात् गुरुपृच्छया= गुरु' प्रति निमन्त्रणानिवेदनेन अधिगता ज्ञाता योग्यता कर्तव्याऽकर्तव्यरूपा येन तादृशः सन् कृत्यं निमन्त्रणापूर्वक परेषां वैयावृत्त्य करोतु । ननु गुर्वाज्ञापेक्षायां तेन तत्कार्यनिषेधे कथं तन्निमित्तको लाभः ? इत्यत आइ-अकृतेऽपि अननुष्ठितेऽपि कृत्ये वैयावृत्त्यादौ फलमिष्टसिद्धिस्तया आज्ञया । नहि केवलं वैयावृत्त्यमिष्टसिद्धये,अपि त्वाज्ञापूर्वकम् । एवं चावश्यकत्वादाज्ञाया एव तथात्वमिति અનધિકૃત પ્રવૃત્તિની ઇચ્છા કરવી ન જોઈ એ “મારા ધૃતિબળ (સર્વા–સાહસાદિ–વલપાવર) થી હું ગમે તે રીતે પણ એ વૈયાવચ્ચાદિ કાર્યને પાર પાડીશ” એ રીતે કૃતિસાધ્યત્વજ્ઞાન કરીને પણ જે પ્રવૃત્તિ થાય એ વિપર્યસ્ત ન હોવા છતાં પણ શિથિલ તે જરૂર હોય જ છે, કેમ કે તે વખતે વૈયાવચ્ચ વગેરેનો આચાર્યાદિને કોઈ અભ્યાસ હતો નથી. તેથી એ અંગેની પ્રવૃત્તિ દઢ ન થવાથી ફળ પણ અ૮૫ જ મળવાની આપત્તિ ઊભી જ રહે છે. તેમજ એટલો વખત પિતાને જેનો અભ્યાસ અને અધિકાર છે એવા અધ્યયનાદિની જે પ્રવૃત્તિ કરી લેત તે એ પ્રવૃત્તિ દઢ થવાથી જે વિશિષ્ટ નિર્જરા થાય તે નિર્જરાનું નુકસાન થવાની પણ આપત્તિ આવે છે. તેથી સંયમયાગરૂપ એવા પણ વૈયાવચ્ચાદિની ઈચ્છા અનધિકારીએ કરવી ગ્ય નથી. આ બાબતમાં આ દષ્ટાંત જાણવું જ્યારે સીધે અને વાંકો એમ બે ભાગ હોય ત્યારે કયા માર્ગે જવાની ઈચ્છા હિતાવહ બને? માત્ર માર્ગ રૂપે તો બને તુલ્ય હોવા છતાં વક્રમાર્ગ પર જવાની ઇચ્છા કરી એ મુજબ પ્રવૃત્તિ કરવામાં ઈષ્ટદેશ પ્રાપ્તિ રૂ૫ ફળપ્રાપ્તિ વિલંબ થાય છે અને ઋજુમાગે પર જવાની ઈચ્છાથી થએલ પ્રવૃત્તિથી (ઋજુમાગે ગમન કરવાથી) તે ફળપ્રાપ્તિ વિના વિલંબ થાય છે. તેથી જેમ ઋજુમાની ઈચ્છા જ હિતાવહ છે તેમ બધા સંયમયોગો મોક્ષપાય હોવા રૂપે તુલ્ય હોવા છતાં જે અંગે જેનો કુશળ અધિકાર હોય તે અંગે તેની ઈરછા વિલંબ વિના સિદ્ધિ કરવામાં સમર્થ હાઈ હિતાવહ છે. અન્ય અંગેની ઇચ્છા નહિ. ૬૭ા આ વિચારણાનો ઉપસંહાર કરી નિમંત્રણનો ઉપદેશ આપતાં ગ્રન્થકાર કહે છે આમ વૈયાવચ્ચ વગેરે પણ યોગ્યતા વિના અકલ્યાણકાર હોઈ ગ્યતાની અજાણ કારી પણ અહિતકર છે. તેથી ગુરુને નિમંત્રણા વગેરેની પૃચ્છા કરવા દ્વારા કર્તવ્યઅર્તવ્યના વિવેકરૂપ યોગ્યતા જેણે જાણું હોય અને પોતાનામાં જોઈ હોય તેને જ બીજાઓની વૈયાવચ્ચ કરવી હિતાવહ છે. શંકા નિમત્રણ વગેરે માટે ગુર્વાજ્ઞાની અપેક્ષા રાખવામાં તે નુકસાન છે, કેમકે ક્યારેક તેઓ ના પાડી દે તો એ નિમત્રણાદિ નિમિત્ત થનાર લાભથી વંચિત રહેવાનું થાય. તેથી ગુરુને પૂછ્યા વિના જ નિમન્ત્રણાદિ કરી દેવા જોઈએ,
SR No.022025
Book TitleSamachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sanh
Publication Year1987
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy