SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સાતનય ૫૯ તે વિશેષ ભાવલક્ષણ સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે? બીજી ગતિને અભાવ હોવાથી પહેલા પક્ષમાં તે વિશેષ હોતા જ નથી. કેમકે ભાવ (સત્તા)થી ભિન્ન એવા આકાશના ફૂલની જેમ, બીજે પક્ષ વિચારીએ તે વિશે પણ ભાવરૂપે જ છે. તે આ પ્રમાણે-વિશેષ ભાવ માત્ર જ છે. કેમકે તેનાથી અભિન્ન છે. માટે જે જેનાથી અભિન્ન હોય, તે તે સ્વરૂપે જ હોય છે. જેમ ભાવનું સ્વરૂપ. તેથી નકકી થયું કે ભાવથી વિશેષ અભિન્ન છે. વિશેષ વ્યવસ્થાપક પ્રમાણને અભાવ હોવાથી વિશેષને આગ્રહ વિશેષ પ્રકારે છેડી દેવા એંગ્ય છે. તે આ પ્રમાણે–વિશેષે ભેદ રૂપે છે. તેમાં કઈ પણ ભેદ પ્રમાણ મળતું નથી. પ્રત્યક્ષ તે ભાવથી ઉત્પન્ન થયેલી સત્તા છે. આથી તેને જ સાક્ષાત્કાર કરી શકાય છે, પણ અભાવને નહીં. અભાવ સમસ્ત શક્તિના વિરહરૂપ હોવાથી તેની ઉત્પત્તિમાં પ્રયત્નને અભાવ છે. અનુત્પન્ન પદાર્થને જે પ્રત્યક્ષ કરતે હેય, તે સર્વ પદાર્થના સાક્ષાત્કારનો પ્રસંગ આવશે. તે પ્રમાણે થવાથી તે વિશેષાભાવથી બધાને જેનાર સર્વ– દશી થાય અને આ વાત બરાબર નથી. તેથી ભાવગ્રાહકને જ પ્રત્યક્ષરૂપે સ્વીકારવું. તે ભાવ બધે અવિશિષ્ટરૂપે છે. તે પ્રમાણે તેના વડે ગ્રહણ કરવા ગ્ય છે. માટે પ્રત્યક્ષરૂપે વિશેષનું જ્ઞાન નથી અને અનુમાન વગેરે બીજા પ્રમાણેથી પણ વિશેષની જાણકારી નથી. કેમકે બીજા પ્રમાણે પ્રત્યક્ષના આધારે જ ચાલે છે. માટે પરમાર્થથી સામાન્ય એજ સત્ છે. વિશે નહીં. એમ સંગ્રહ નય થયે. (૩) વ્યવહાર - વ્યવહારમાં આવે તે વ્યવહાર અથવા વિશેષનું પ્રતિપાદન કરે તે વ્યવહારનય છે. તે વ્યવહારનય આ પ્રમાણે વિચારે છે. “સત’ આ પ્રમાણે કહેવાથી ઘટ-પટ વગેરેમાંથી કેઈપણ એક અનિર્દિષ્ટ સ્વરૂપવાળા વિશેષનું જ જ્ઞાન થાય છે. પણ સંગ્રહનયથી સંમત સામાન્યનું જ્ઞાન થતું નથી. કારણ કે તે સામાન્ય અર્થ કિયાના બળ રહિત હોવાથી સમસ્ત લેકવ્યવહાર માર્ગની બહાર છે. માટે વિશેષ જ છે, સામાન્ય નથી. આથી ઉપલબ્ધિના લક્ષણથી યુક્ત તે સામાન્યની અનુપલબ્ધિ (અજ્ઞાન) હોવાથી તે સામાન્ય નથી. જે ઉપલબ્ધિ લક્ષણ યુક્ત “સ” ન મળે તે અસત્ છે. એ પ્રમાણે વ્યવહાર કરવો. જેમ ફક્ત (માત્ર) જમીન ઉપર કયારેક ઘડે નથી હોતે. સંગ્રહનય માન્ય સત્ ઉપલબ્ધિ લક્ષણ વડે યુક્ત ન મળતું હોવાથી સામાન્યના સ્વભાવની અનુપલબ્ધિ છે. પ્રશ્ન:- સામાન્ય એ વિશેષથી ભિન્ન છે કે અભિન્ન છે? ઉત્તર :જે પહેલો ભિન્ન પક્ષ માને તે સામાન્ય અભાવ જ થશે. કેમકે વિશેષથી ભિન્ન સામાન્યને અસંભવ છે. આકાશ અને કુસુમ એ બંને અલગ-અલગ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy