SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ મન વગેરે એટલે મન-વચન-કાયાના ગરૂપ ત્રણ જ કરણે છે. વેદનીયકર્મ, ભયમહનીય, વેદમોહનીય અને લેભ કષાદયથી થયેલ અધ્યવસાય વિશેષરૂપ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ વિષયવાળી ચાર સંજ્ઞાઓ છે. પશ્ચાનુપૂર્વથી કાન, આંખ, નાક, જીભ અને ચામડી એમ પાંચ ઇન્દ્રિય છે. ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિથી સાધ્ય શીલાગે છે. એ જણાવવા માટે ઇન્દ્રિમાં પાનુ પૂર્વીકમ છે. પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પચંદ્રિય એમ નવ પ્રકારે છવકાય છે અને દશમું અજવાય છે. તે દશમું અજવાય ત્યાજ્ય કહ્યું છે. તે મહામૂલ્યવાન વસ્ત્ર, પાત્ર, સેના, ચાંદીરૂપ છે, તથા દુષ્પડિલેહેલું તથા અપડિલેહેલું વસ્ત્ર, પુસ્તક ચર્મપંચક, તૃણ એટલે ઘાસ પંચક વગેરે રૂપ છે. દશપ્રકારના યતિધર્મ ક્ષમા, માર્દવ (નમ્રતા), સરળતા, મુક્તિ એટલે નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્યરૂપ છે. આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયપૂર્વક આગળ ગાથામાં કહેલ પના ત્રણ ત્રણ, ચાર, પાંચ, દશ, દશ સંખ્યાવાળા મૂલ પદના સમૂહમાં આ શીલાંગની સિદ્ધિના વિષયવાળી આ ભાવના વડે શીલાંગના ભાંગા થાય છે. (૮૪૧-૮૪૨) न करइ मणेण आहारसन्नविप्पजढगो उ नियमेण । सोइंदियसंवरणो पुढविजिए खतिसंजुत्तो ॥८४३॥ કરે નહીં એ પ્રથમ કરણરૂપ ગ જણાવ્યું, “મન વડે એ પ્રથમ કારણ જણાવ્યું, આહારસંજ્ઞા રહિત પણ એ પ્રથમ સંજ્ઞા જણાવી, તથા અવશ્યમેવ “એન્દ્રિયના વિષયને સંવર એટલે રાગાદિમય શ્રોત્રેન્દ્રિયની પ્રવૃત્તિને નિરોધ કર્યો છે. આના વડે પ્રથમ ઇંદ્રિય જણાવી. આવા પ્રકારને જીવ શું નથી કરતે તે કહે છે. “પૃથ્વીકાય છે વિષયક આરંભ સમારંભ ન કરે એ પ્રથમ જીવસ્થાનક કહ્યું “ક્ષમા ધર્મયુક્ત” એમ * કહેવા વડે પ્રથમ શ્રમણ ધર્મને ભેદ કહ્યો છે. એટલે આ પ્રમાણે “આહાર સંજ્ઞાથી રહિત, શ્રોત્રેન્દ્રિયનાં સંવરવાળે ક્ષમાધર્મથી યુક્ત, પૃથ્વીકાયના આરંભને મનથી કરે નહીં” એમ એક શીલાંગની પ્રાપ્તિ થાય. (૮૪૩) *. હવે બાકીના શીલાંગના ભાંગ પણ સંક્ષેપમાં જણાવે છે. इय मद्दवाइजोगा पुढवीकाए हाति दस भेया । आउकायाईसुवि इअ एए पिडिअं तु संयं ॥८४४॥ सोइंदिएण एवं सेसेहिवि जं इमं तओ पंच । आहारसन्नजोगा इय सेसाहिं सहस्सगंदु ॥८४५॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy