SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રવચન-સારોદ્ધાર લાકડી વગેરે વડે મારવું તે વધ, દોરડા વગેરે વડે બાંધવું તે બંધન, પ્રાણ નાશ રૂપ મારવું તે મરણ આવા સ્વરૂપવાળું લેભ પ્રત્યયિક ફિયાસ્થાન સિદ્ધાંતમાં કહેલ છે. (૮૩૨, ૮૩૩) ૧૩ ઇર્ષાપથિકીમિયા - एसेह लोहवत्ती १२ इरियावहिअं अओ पवक्खामि । इह खलु अणगारस्सा समिई गुत्तीसु गुत्तस्स ॥ ८३४ ॥ सययं तु अप्पमत्तस्स भगवओ जाव चक्खुपम्हंपि । निवयइ ता सुहमा हू इरियावहिया किरिय एसा १३ ॥ ८३५॥ આ કિયાસ્થાન સમિતિ ગુપ્તિથી સુગુપ્ત એવા સાધુને હોય છે. સતત અપ્રમત સાધુ ભગવંતના આંખના પલકારા માત્ર જેટલો સૂક્ષ્મ ઈર્યા પથિક ક્રિયા સ્થાન હોય છે. ગમન કરવું તે ઈર્યા. તે ઈર્યા એટલે ગમનથી વિશિષ્ટ જે પથ એટલે માર્ગ તે ઈર્યાપથ, તે સંબંધિત જે ક્રિયા તે ઈર્યાપથિકી કિયા. આ અર્થ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિ નિમિત્તક અર્થ આ પ્રમાણે છે. ' ઉપશાંત મેહ વગેરે ત્રણગુણ સ્થાનવર્તી અને કેવલોગ પ્રત્યયિક જે સાતાવેદનીય કર્મ બંધ, તે ઈર્યા પથિકી. ઈર્ષા સમિતિ વગેરે સમિતિથી યુક્ત તેમજ મન વગેરે ગુપ્તિથી ગુપ્ત એવા સુસંવૃત્ત સાધુઓ જે અપ્રમત્ત એટલે ઉપશાંતમૂહ, ક્ષીણમેહ અને સગિ કેવલિરૂપ ત્રણ ગુણસ્થાનકે રહેલા છે, તેઓને આ કિયા હોય છે. બીજા અપ્રમત સાધુઓને કષાય પ્રત્યયિક કર્મબંધ હોય છે. માટે તેમને ફક્ત એગ નિમિત્તક કર્મ બંધને સંભવ ન હોવાથી અહીં અપ્રમત્ત શબ્દથી તેમને લીધા નથી. આવા સાધુ ભગવંત આંખને પલકારો મારે તે આ યોગનું ઉપલક્ષણ છે, એટલે આંખને ઉઘાડ બંધ માત્ર એટલો ગ સંભવે છે. તેટલી સૂકમ એટલે એક સમય પ્રમાણુ બંધ હેવાથી અતિ અલ્પ શાતા બંધ રૂ૫ કિયા થાય છે તે આ તેરમું ઈર્યાપથિકી ક્રિયા સ્થાન છે. (૮૩૪-૮૩૫) ૧૨૨ સામાયિકના ચાર આકર્ષ : ચાર પ્રકારના સામાયિકના એક ભવમાં જે આકર્ષે થાય તે કહે છે. सामाइयं चउद्धा सुय १ दसण २ देस ३ सव्व ४ भेएहिं । ताण इमे आगरिसा एगभवं पप्प भणियव्वा ॥ ८३६॥ तिण्ह सहस्सपुहुत्तं च सयपुहुत्तं होइ विरईए । एगभवे आगरिसा एवइया हुंति नायव्वा ।। ८३७॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy