SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯. દીક્ષાને અગ્ય દશ પ્રકારના નપુંસક ૩૧ જે પુરુષમાં અઢાર ભેદ દીક્ષાને અયોગ્ય કહ્યા તે જ પ્રમાણે અઢાર સ્ત્રીઓમાં પણ જાણવા. એટલે દીક્ષા અયોગ્ય બાળ વગેરે જે અઢારભેદપુરુષાકારવાળા પુરુષને કહ્યા છે, તે જ ભેદે સ્ત્રી આકારવાળી સ્ત્રીઓને પણ જાણવા. તે ઉપરાંત બીજા પણ બે ભેદે આ પ્રમાણે છે. (૧) ગુણિી એટલે ગર્ભવની (૨) સ્તનપાન કરતા બાળયુક્ત જે હોય તે સબાલવત્સા કહેવાય. એમ કુલે સ્ત્રીને વીસ ભેદે દીક્ષાને અયોગ્ય છે. આ બધામાં જે દોષો છે તે આગળ પ્રમાણે જાણવા. (૭૯૨) ૧૦ દીક્ષાને અયોગ્ય દશ પ્રકારના નપુંસક पंडए १ वाइए २ कीवे ३, कुंभी ४ ईसालुयत्ति य ५ । सउणी ६ तक्कमसेवी ७ य, पक्खियापक्खिए ८ इय ॥७९३॥ सोगंधिए य ९ आसत्ते १०, दस एते नपुंसगा । संकिलिहित्ति साहूणं पव्वावेउं अकप्पिया ॥७९४॥ પંડક, વાતિક, કલીબ, કુંભી, ઈર્ષા, શકુનિ, તકર્મ સેવી, પાક્ષિક પાક્ષિક, સૈાગધિક, આસક્ત, આ દશ નપુંસકે અતિસંકિલષ્ટ ચિત્તવાળા હોવાથી દીક્ષા આપવા માટે અગ્ય છે. નગરના મહા દાવાનલ સમાન કામના અધ્યવસાયથી યુક્ત હોવાથી સ્ત્રી– પુરુષની સેવાને આશ્રયીને આ સર્વેનું સામાન્યથી સંકિલષ્ટપણું જાણવું. આ નપુંસકે સ્ત્રી પુરુષ બંનેને સેવનારા હોય છે. ૧ ૫ડક : ૧. સ્ત્રી સ્વભાવ, ૨. અવાજ ભેદ, ૩. વર્ણભેદ, ૪. મોટું લિંગ, ૫. વાણું ૬. અવાજ સાથે ફીણ વગરને પેશાબ-આ છ પંડક નપુંસકના લક્ષણ છે. પુરુષાકારવાળો હોવા છતાં સ્ત્રીના જેવા સ્વભાવવાળે હેય—એ પહેલું નપુંસકનું લક્ષણ છે. તે આ પ્રમાણે શિથિલ ગતિએ ચાલે, આકુલ વ્યાકુલ પગલે ધીમી ગતિએ ચાલે. હમેશા શંકાવાળે પાછળ જેતે ચાલે. શરીર ઠંડુ અને કેમળ હોય. સ્ત્રીની જેમ વારંવાર તાળીઓ પાડે, સ્ત્રીની જેમ ડાબા હાથની હથેળી સવળી પેટ ઉપર રાખીને તેમાં જમણા હાથની કેણી ઠેરવીને જમણા હાથની હથેળીમાં મુખ ગોઠવીને ભુજાને ઉછાળતે બેલે. વારંવાર કમ્મર પર હાથ મૂકે. વસ્ત્ર ન હોય ત્યારે સ્ત્રીની જેમ બે હાથ વડે છાતીને ઢાંકે, બોલતી વખતે વારંવાર આશ્ચર્યપૂર્વક બે ભ્રમરોને વાંકી કે, કટાક્ષ ફેકે, વાળ ઓળવા, વસ્ત્ર પહેરવા વગેરે સ્ત્રીની જેમ કરે અને સ્ત્રીના દાગીના પહેરવા વધુ ગમે. સ્નાન વગેરે એકાંતમાં કરે. પુરુષોની (સભામાં) વચ્ચે ભય
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy