SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭. દીક્ષાને અયોગ્ય અઢાર પ્રકારના પુરુષ ૯. ઉમર - ઉન્મત્ત એટલે યક્ષ, ભૂત, પ્રેત વગેરે દ્વારા કે પ્રબલ મોહના ઉદયથી પરવશ થયેલ હોય તે ઉન્મત્ત. તે દીક્ષાને અગ્ય છે. તેને દીક્ષા આપવાથી ભૂત, પ્રેત વગેરેને ઉપદ્રવ થવાનો સંભવહેવાથી સ્વાધ્યાય, ધ્યાન, સંયમ વગેરેની હાનિ થવાની શક્યતા છે. ૧૦. અદર્શનીય–અધઃ- જેને દર્શન એટલે દષ્ટિ (આંખ) ન હોય તે અદર્શની એટલે અંધ. અહીં થીણુદ્ધિ નિદ્રાના ઉદયવાળાને પણ લે કેમ કે દર્શન એટલે સમ્યકત્વ તે જેને ન હોય તે અદર્શન–એ વ્યુત્પત્તિથી થીણુદ્ધિ નિદ્રાવાળાને પણ લેવા. આંધળાને દીક્ષા આપવાથી આંખ ન હોવાના કારણે ગમે ત્યાં ફરતા છજીવનિકાયને વિરાધ, વિષમ ખીલા, કાંટા વગેરે પર પડવાથી વાગે. દ્વેષી થયેલ થીણુદ્ધિ નિદ્રાવાળો ગૃહસ્થને કે સાધુ વગેરેને મારવા વગેરે ઉપદ્રવ કરે. ૧૧. દાસ ઘરની દાસીથી ઉત્પન્ન થયેલ અથવા દુષ્કાળ વગેરેમાં પૈસા વગેરેથી ખરીદેલ ગુલામ તથા દેવા વગેરેના કારણે પકડેલ હોય, તે દાસ કહેવાય છે. તે દાસને દીક્ષા આપવાથી તેને માલિક દીક્ષા છેડા વગેરે દોષ થાય. ' ૧૨. દુષ્ટ :- દુષ્ટ બે પ્રકારે છે. (૧) કષાયદુષ્ટ, (૨) વિષયદુષ્ટ. (૧) તેમાં ગુરુએ સરસવની ભાજીના ભજીયા લીધા તે હકીકતથી ગુસ્સે થયેલ સાધુ વગેરેની જેમ “ઉત્કટ કષાયવાન, તે કષાયદુષ્ટ. (૨) પરસ્ત્રી વગેરેના ભાગમાં અતિ આસક્ત હોય, તે વિષયદુષ્ટ. તે અતિસંકિલષ્ટ અધ્યવસાયવાળો હોવાથી દીક્ષાને અગ્ય છે. ૧૩. મૂઢ - સ્નેહથી કે અજ્ઞાનતા વગેરે પરતંત્રતાના કારણે યથાવસ્થિત વસ્તુના જ્ઞાનથી શૂન્ય મનવાળો તે મૂઢ કહેવાય. કારણ કે જિનશાસનની દીક્ષાનું મૂળ જ્ઞાન અને વિવેક છે. મૂઢ અજ્ઞાનના કારણે તથા કાર્યાકાર્યના વિવેક રહિત હોવાથી અગ્ય છે. ૧. એક સાધુ ગોચરીમાં મસાલેદાર ભજીયા લાવ્યો અને તેના ઉપર એને અતિગૃદ્ધિ હતી. ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ સહજભાવે બધા ભજીયા વાપરી લીધા. તેથી સાધુને અતિક્રોધ આવ્યો. ગુરુએ ખમાવ્યા છતાં પણ શાંત થયો નહિ અને તમારા દાંત ભાંગી નાખુ એમ કહ્યું એટલે ગુરુને થયું કે આ મને અસમાધિથી મારી નાખશે એમ માનીને, પોતાના સ્થાને બીજા આચાર્યને સ્થાપીને, બીજા ગરછમાં જઈને અનશન સ્વીકારી લીધું; પછી તે સાધુએ પૂછયું કે “ગુરુ કયાં ગયા?” બીજા સાધુઓએ જવાબ ન આપ્યો. બીજા પાસેથી સાંભળીને જ્યાં ગુરુ ગયા હતા ત્યાં ગયો. ત્યાં રહેલા સાધુઓએ કહ્યું કે, આજે જ કાળધર્મ પામ્યા ને શબ પરઠવી દીધું. તે વખતે તે સાધુએ પૂછયું કે તેમનું શરીર કયાં છે ? ગુરુએ પૂર્વે કહેલા ચિહેથી તેઓએ આ તે પાપી છે એમ ઓળખી લીધો અને પૂછયું કે, તું શરીરને શું કરીશ ? તેણે કહ્યું તેમનું શરીર જોઈશ. તેઓએ શરીર કયાં પાઠવ્યું તે બતાવ્યું આ સાધુ શું કરશે ? એમ ગુપ્ત સ્થાનમાં રહેલા તે સાધુએ તેને જોવે છે.ગાળ પત્થરથી શબના દાંતને તેડતા કહે છે કે “સાસણવાલ (સરસવના ભજીયા) ખાવા છે ને ? આમ કષાય દુષ્ટ આત્માનું દૃષ્ટાંત જણાવ્યું,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy