SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭. દીક્ષાને અગ્ય અઢાર પ્રકારના પુરુષ ૨૭ આઠ વર્ષની નીચે રહેલા એટલે આઠ વર્ષથી ઓછી ઉંમરના મનુષ્ય પરાભવનું સ્થાન બને છે. અતિબાળક હોવાના કારણે જેવા તેવા માણસો દ્વારા પરાભવ પામે. તથા ચારિત્રના પરિણામ પ્રાયઃ કરી આઠવર્ષથી ઓછી ઉંમરનાને થતા નથી. જે શિચં.. વંદે કહ્યું છે તે કદાચિત્ ભાવને કહેનારું સૂત્ર છે, એમ જાણવું. તેથી આઠ વર્ષથી ઓછી ઉંમરના પરાભવનું કારણ થાય છે અને ચારિત્રના પરિણામનો અભાવ હોવાના કારણે તેમને દીક્ષા અપાતી નથી. બીજું બાળકને દીક્ષા આપવાથી સંયમ વિરાધના વગેરે દેશે પણ થાય કારણ કે તે લોખંડના ગોળા સમાન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અજ્ઞાનતાના કારણે છજીવનિકાયની વિરાધના કરનારો થાય છે. તથા લેકમાં નિંદા થાય કે “આ સાધુઓ દયા વગરના છે. આ બાળકને દીક્ષારૂપી જેલમાં બળાત્કારથી નાંખીને એની સ્વતંત્રતાને હણી નાખે છે.” માતાની જેમ બાળકની સરભરા કરવાથી મહાત્માઓને સ્વાધ્યાયને વ્યાઘાત થાય છે. ૨. વૃદ્ધ - સીત્તેર વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધ કહેવાય છે. બીજા આચાર્યો કહે છે કે, સીત્તેર વર્ષ પહેલા પણ જો ઈદ્રિય વગેરેની હાનિ થઈ હોય તે સાંઈઠ (૬૦) વર્ષની ઉપર પણ વૃદ્ધ કહેવાય છે. તેથી સંયમને યેગ્ય નથી કારણ કે, તેમના મનનું સમાધાન વગેરે કરવું કઠિન હોય છે. કહ્યું છે કે, “વૃદ્ધ માણસ ઊંચુ આસન ઈચ્છે છે. વિનય કરતું નથી. અભિમાન ધારણ કરે છે માટે વાસુદેવને ત્યાં ઉત્પન્ન થયેલ હોય તે પણ ઘરડાને દીક્ષા ન આપવી.” આ વય મર્યાદા સો વર્ષના આયુષ્યની અપેક્ષાઓ જાણવી. બાકી તે જે કાળમાં જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે, તેના દશ ભાગ કરી આઠ, નવ, દશમા ભાગમાં રહેલા વૃદ્ધ કહેવાય છે. ૩. નપુંસક સ્ત્રી-પુરુષ બંને ભેગવવાની ઈચ્છાવાળો પુરુષાકારને પુરુષ નપુંસક કહેવાય. તે ઘણા દોષોને કરનારે હોવાથી દીક્ષા આપવા માટે યોગ્ય નથી. વ યુ ર થે” (બાલ, વૃદ્ધ અને સ્થવિર) એ પ્રમાણેને પાઠ નિશીથ વગેરે આગમમાં દેખાતું નથી. તે અપેક્ષાએ નિશીથસૂત્રમાં ઉપેક્ષા કરવામાં આવી છે. ૪. કલબ - સ્ત્રીના ભંગ માટે આમંત્રણ મળવાથી કે વસ્ત્રવિહીન સ્ત્રીના અંગોપાંગ જોઈને અથવા તેનો અવાજ સાંભળીને કે કામપ્રેરક તેને વાર્તાલાપ સાંભળી ઉત્પન્ન થયેલી કામેચ્છાને જ સહન ન કરી શકે, તે પુરુષાકારવાળો પુરુષ કલબ છે. તે પણ પુરુષવેદના અતિ ઉત્કૃષ્ટ દેદયવાળો હેવાથી બળાત્કારે સ્ત્રીને આલિંગન વગેરે કરે તે શાસનની અપભ્રાજના કરાવનાર હોવાથી દીક્ષા માટે અગ્ય જ છે. ૫. જડ -જડ ત્રણ પ્રકારે છે. (૧) ભાષાજડ, (૨) શરીરજડ અને (૩) કરણજડ. (૧) ભાષાજ ડત્રણ પ્રકારે છે. (૧) જલમૂક (૨) મન્મનમૂક. (૩) એલકમૂક
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy