SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ૧૦૬ પરિઝાપનિક અને ઉચ્ચારકરણ પવનની દિશામાં પૂઠ કરવાથી અશુભગંધ સંઘાય છે. અને તેના કારણે નાકમાં મસા થાય છે અને લેકમાં મશ્કરી થાય કે “આ સાધુ વિષ્ટા સંઘનારા છે માટે પવનની દિશાને પૂંઠ ન કરવી સૂર્ય અને ગામને પૂઠ કરવાથી લેકમાં આ પ્રમાણે નિંદા થાય કે “ આ લોકે કશુંય જાણતા નથી કે “લેકને પ્રકાશિત કરનાર સૂર્યને તેમજ જે ગામમાં રહ્યા હોય તેને પૂંઠ ન કરાય.” તેથી આ લેકે તે સૂર્યને–ગામને પૂઠ કરે છે. માટે ગામને અને સૂર્યને પૂંઠ ન કરવી (૭૮૭) संसत्तग्गहणी पुण छायाए निग्गयाएँ वोसिरइ । छायाऽसइ उण्हंमिवि वोसिरिय मुहुत्तयं चिट्टे ॥७८८॥ સંસક્તગ્રહણ એટલે જેના પેટમાં કૃમિ હોય, તે છાયામાં જ થંડિલ કરે. જે છાયા ન હોય તે ગરમીમાં (તડકામાં) સ્થડિલ કરી એક મુહુર્ત એટલે ૪૮ મિનિટ ત્યાં ઊભો રહે. જેનું પેટ બેઇન્દ્રિય જીવવાનું હોય તે સંસક્તગ્રહણ કહેવાય એટલે એના પેટમાં કરમીયા વગેરે જીવાતો હોય, તે બેઈદ્રિય જીવોની રક્ષા માટે ફળ ફૂલવાળા ઝાડની છાયા પડતી હોય ત્યાં સ્થંડિલ કરે. હવે જે મધ્યાહ્નકાળ હોય અને ઠલ્લે જવું પડે તે ત્યારે છાયા ન પડતી હોવાથી તડકામાં પણ પોતાના શરીરની છાયા કરી ત્યાં સ્થડિલ સિરાવે. વોસિરાવી એક મુહુર્ત એટલે કે ટાઈમ સુધી ત્યાં જ ઊભો રહે. જેથી એટલા સમયમાં પોતાની મેળે તે છ પરિણમી જાય એટલે મરણ પામે ત્યાં સુધી ઊભો ૨હે. જે ઊભો ન રહે તે તે જીવોને તડકાના કારણે ઘણી પીડા થાય. (૭૮૮) હવે થંડિલ કરતી વખતે પોતાના ઉપકરણે ક્યાં રાખે તે કહે છે.. उवगरणं वामगजाणुगंमि मत्तो य दाहिणे हत्थे । तत्थऽनत्थ व पुंछे तिआयमणं अदूरंमि ॥७८९॥ ડાબા જાનુપર ઉપકરણ મૂકે, માત્રક એટલે પાણીનું પાત્ર જમણું હાથમાં રાખે ત્યાં આગળ કે બીજી જગ્યાએ માટીના ઢેફા વગેરે વડે ગુદા સાફ કરે અને નજીક જગ્યામાં પણ ત્રણ વખત પાણીથી સાફ કરે. ઉપકરણ એટલે દાંડે અને એ ડાબા સાથળ પર મૂકે અને જમણા હાથમાં માત્ર એટલે પાણીનું પાત્ર તથા ડાબા હાથમાં માટીના ઢેફા પકડે. સ્પંડિલ કર્યા પછી ત્યાં અથવા નજીકમાં બીજી જગ્યાએ માટીના ઢેફા વડે ગુદાને લૂછે. લૂછીને પછી ત્રણ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy