SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩. આહાર સ્વરૂપ ૫૦૯ નાના મોટા સર્વે પાતાળ કળશના ત્રણ ત્રણ વિભાગ થાય છે, તે આ પ્રમાણે ૧. નીચેનો ભાગ, ૨. વચ્ચેને ભાગ અને ૩. ઉપરનો ભાગ. તેમાં મહાપાતાળ કળશેને એક-એક ભાગ તેત્રીસ હજાર ત્રણસે તેત્રીસ યોજના અને ઉપર એક જનને ત્રીજો ભાગ (૩૩૩૩૩) પ્રમાણે થાય છે. અને લઘુપાતાળ કળશેને ત્રીજો ભાગ ત્રણસે તેત્રીસ જન અને ઉપર એક જનને ત્રીજો ભાગ (૩૩૩૩) પ્રમાણ છે. આ લઘુપાતાળ કળશે અને મહાપાતાળ કળશેમાં બધામાં દરેકની અંદર નીચેના ભાગમાં વાયુ છે. વચ્ચેના ત્રીજા ભાગમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. એમ તીર્થંકર-ગણધરોએ કહ્યું છે. તે પાતાળકળશમાં તથા પ્રકારના જગસ્વભાવથી એકીસાથે અમુક નકકી સમયે બધામાં પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં ઘણું ઘણું મેટા વાયુ સંમૂછે છે, એટલે ઉત્પન્ન થાય છે. તે પછી તે વાયુઓ ક્ષે ભ પામે છે એટલે ખળભળે છે. અને તે મહાઅદ્દભુત શક્તિવાળા થયેલા ઊંયા આમતેમ ફેલાય છે. અને ક્ષણવારમાં એવા થઈ જાય છે કે, જેથી તેમના વડે ઉપર રહેલા પાણી અતિ ઊંચે ઉછળે છે. તેથી પહેલા અને બીજા, ત્રીજા ભાગમાં રહેલ વાયુ ક્ષોભિત થવાથી પાણીને વસે છે એટલે બહાર કાઢે છે. તેથી પાણીને ઊંચે બહાર કાઢવાથી સમુદ્રાભિત થયેલ હોવાથી ભરતી આવે છે. પાછા તે પવને શાંત થવાથી તે પાણી પણ પિતાના સ્થાનમાં આવે છે એટલે ફરીવાર કળશમાં પેસે છે, જેથી અનુક્રમે ઓટ આવે છે. રાત્રિ દિવસમાં બે વાર અમુક નક્કી સમયે પખવાડીયામાં ચૌદસ વગેરે તિથિઓમાં તે વાયુઓ વધારે ક્ષોભ પામે છે. તેથી દરરોજ અહેરાવમાં બે વાર અને પખવાડીયા ચૌદસ વગેરે તિથિઓએ સમુદ્રમાં વિશેષ ભરતી ઓટ આવે છે. આ લઘુકળશે અને મહાપાતાળ કળશે બધાયે લવણુ સમુદ્રમાં જ છે બીજા સમુદ્રોમાં નથી. (૧૫૭૭–૧૫૭૮-૧૫૭૯) ૨૭૩. આહારક સ્વરૂપ समओ जहन्नमंतरमुक्कोसेणं तु जाव छम्मासा । अहारसरीराणं उक्कोसेणं नव सहस्सा ॥१५८०॥ चत्तारि य वाराओ चउदसपुषी करेइ आहारं । संसारम्मि वसंतो एगभवे दोनि वाराओ ॥१५८१॥ આહારક શરીરનું જઘન્ય અતર એક સમય છે. અને ઉત્કૃષ્ટ અંતર છ મહિના છે. ઉત્કૃષ્ટથી આહારક શરીરીએ નવ હજાર હોય છે. ચૌદ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy