SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦. લબ્ધિએ ૪૮૧ અહીં આદિ શબ્દથી બીજી પણુ અણુત્વ, મહત્વ, લઘુત્વ, ગુરુત્વ, પ્રાપ્તિ, પ્રકાસ્ય, ઈશિત્વ, વશિત્વ, અપ્રતિધાતિત્વ, અન્તર્ધ્યાન, કામરૂપિત્વ વગેરે લબ્ધિ જાણવી. અણુત્ત્વ એટલે જે લબ્ધિના કારણે અણુ જેટલુ શરીર કરી એક નાનાછિદ્રમાં પણ પ્રવેશ કરી શકે અને ત્યાં ચક્રર્તના ભાગેાને પણ ભાગવે મહત્વલબ્ધિ એટલે મેરૂ પર્વતથી પણ મેઢુ શરીર કરવાનું જે સામર્થ્ય તે મહત્વ. વાયુથી પણ હલકુ શરીર કરવાનુ... જે સામર્થ્ય તે લઘુત્ત્વ. વજ્રથી પણ ભારે શરીર કરવાનું જે સામર્થ્ય તે ગુરુત્વ. જે પ્રકૃષ્ઠબળવાળા ઈન્દ્ર વગેરેથી પણ ઉંચકવું દુઃસહ થાય છે. પ્રાપ્તિલબ્ધિ એટલે જમીન પર જ રહીને આંગળીના અગ્રભાગવડે મેરૂપત આગળ રહેલા સૂર્ય વગેરેને અડવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે. પ્રકામ્યલબ્ધિ એટલે પાણીમાં પણ જમીનની જેમ પ્રવેશવા અને ચાલવાની શક્તિ વિશેષ તે તથા પાણીની જેમ જમીનમાં પણ ડુબકી લગાવીને નીકળવાની જે શક્તિ તે. ઇશિત્વ એટલે ત્રણ લેાકની પ્રભુતા તીથ કર ઈન્દ્ર વગેરેની ઋદ્ધિ વિકલ્પની જે શક્તિ તે. વૃશિત્વ એટલે સર્વ જીવને વશ કરવાની શક્તિ. અપ્રતિઘાતિત્વલબ્ધિ એટલે પર્વતમાં પણ નિઃશંકપણે એટલે અટકયા વગર ગતિ કરી શકે તે. અન્તર્ધ્યાનલબ્ધિ એટલે અદૃશ્ય થવાની જે શક્તિ તે. કામરૂપિલબ્ધિ એટલે એકી સાથે વિવિધ પ્રકારના રૂપા વિકુર્તી શકે. હવે ભવ્ય અભવ્ય પુરુષા અને સ્રીષ્મને જેટલી લબ્ધિએ હાય છે, તે કહે છે. ભવિષ્યમાં જેએને મુક્તિપદ મળવાનુ તે ભવસિદ્ધિક કહેવાય. એટલે ભવ્ય કહેવાય. તે ભવ્ય પુરુષાને ઉપરાક્ત બધીયે લબ્ધિએ હાઈ શકે છે, તથા ભવ્ય સ્ત્રીઓને જે લબ્ધિ નથી થતી તે આગળની ગાથામાં કહે છે. (૧૫૦૫) अरहंत चिक्कसवलसं भिन्ने य चारणे पुव्वा । गणपुलाआहारगं च न हु भवियमहिलाणं ॥ १५०६ ॥ अभवियपुरिसाणं पुण दस पुव्विल्लाउ केवलित्तं च । उज्जुमई विलमई तेरस एयाउ न हुं हुंति ॥१५०७|| अभवियमहिलापि हु एयाओ हुंति भणियलद्धीओ । महुखी सबलद्वीवि नेय सेसा उ अविरुद्धा || १५०८ ।। અર્હત્, ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવ, સ'ભિન્નશ્રોતા, ચારણ, પૂર્વધર, ગણુધર, ૬૧ :
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy