SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ पुक्खरिणी नंदिसेणा तहा अमोहा य वावि गीथूभा । तह य सुदंसणवावी पच्छिमअंजणचउदिसासु ॥१४८८।। विजया य वेजयंती जयंति अपराजिया उ वावीओ । उत्तरदिसाए पुव्वुत्तवावीमाणा उ बारसवि ॥१४८९॥ દક્ષિણ અંજનગિરિની પૂર્વ દિશામાં ભદ્રાવાવ છે, દક્ષિણમાં વિશાળ, પશ્ચિમમાં કુમુદા અને ઉત્તરમાં પુંડરીકિણી. આ બધી વાવડીઓ મણિમય તેરણ અને બગીચાએથી રમણીય સુંદર છે. પશ્ચિમ અંજનગિરિની પૂર્વ દિશામાં નદિષેણ વાવ છે. દક્ષિણમાં અમેઘા, પશ્ચિમમાં ગતૂભા અને ઉત્તરમાં સુદર્શના વાવડીઓ છે. ઉત્તર અંજનગિરિની પૂર્વ દિશામાં વિજયા, દક્ષિણમાં વૈજયતિ, પશ્ચિમમાં જય-તી, ઉત્તરમાં અપરાજિતા વાવડીઓ છે. આ બારે વાવડીઓનું પ્રમાણુ વગેરે સર્વ પૂર્વ અંજનગિરિની વાવ પ્રમાણે જાણવું. (૧૪૮૭–૧૪૮૮–૧૪૮૯) सव्वाओ वावीओ दहिमुहसेलाण ठाणभूयाओ। अंजण गिरिपमुहं गिरित्तेरस्सग विज्जइ चउदिसिपि ॥१४९०॥ આ સેળ વા દધિમુખ પર્વતના સ્થાનરૂપ એટલે આધારરૂપ છે. એટલે આ વાવના મધ્યભાગે દધિમુખ પર્વતે રહેલા છે. આ પ્રમાણે નંદીશ્વર દ્વિીપમાં ચારે દિશાઓમાં દરેકની અંદર અંજનગિરિ વગેરે તેર તેર પર્વતે રહેલા છે. તે આ પ્રમાણેએક દિશામાં એક અંજનગિરિ, ચાર ઇંધમુખ અને આઠ રતિકર-એમ કુલે તેર પર્વત થાય છે. તેતેર પર્વતે ચારે દિશામાં હોવાથી ચારવડે ગુણતા બાવન પર્વતે થાય છે. (૧૪૯૦) હવે ઉપસંહાર કરે છે. इय बावन्नगिरिसरसिहरट्टि य वीयरायबिम्बाणं । पूयणकए चउव्विहदेवनिकाओ समेइ सया ॥१४९१॥ ઉપર (આગળ) કહેલ બાવન પર્વતના શિખરો પર રહેલા વિતરાગ ભગવંતેના બિબોની પૂજા માટે ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક–એમ ચાર નિકાયના દે હમેશા આવે છે. (૧૪૯૧) અહીં નંદીશ્વર દ્વીપના વિષયમાં ઘણું કહેવાનું છે પણ તે ગ્રંથ ગૌરવના ભયથી કહેતા નથી. વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે જવાભિગમ વગેરે શાસ્ત્રોથી જાણવું. અહીં જીવાભિગમ, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, સંગ્રહણી વગેરે ગ્રંથે સાથે કંઈક જુદાપણું જણાય છે, તે મતાંતરોરૂપે જાણવું.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy