SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સ્થાપના થયેલી છે. જેમાં છેલ્લા બે વરસથી સતત અખંડ ચાવશે કલાક શ્રી નવકાર મંત્રને જાપ ચાલુ રહે છે. દૂર-દૂરથી અનેકભાવિક આકર્ષાઈ અત્રે જાપ કરવા આવે છે. સંસ્થાના અન્વયે શ્રી શ્રેયાંસનાથ સ્વામી સ્નાત્ર મંડળ, સ્વયં સેવા મંડળ, બેન્ડ વિભાગ, પૌષધ મંડળ, શ્રાવિકા મંડળ, સામાયિક મંડળ તથા સુલસા બાલિકા મંડળ દ્વારા અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સારી રીતે ચાલી રહી છે. ધાર્મિક અભ્યાસ માટે સુંદર પાઠશાળા પણ ચાલે છે. સંસ્થાના અન્વયે શ્રાવિકા ઉપાશ્રયનું પણ બે વર્ષ પહેલા નિર્માણ થયેલું છે. ઉપરાંત દત્તમંદિર રોડ (મલાડ પૂર્વ) ઉપર સંસ્થા અન્વયે એક નાનકડા સુંદર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ઘર દેરાસરની પણ સ્થાપના થઈ છે. જે “રજન્સી”ના દેરાસર નામે પ્રસિદ્ધ છે. શ્રી વર્ધમાન સંસ્કૃતિ ધામ (મલાડ) તરફથી પણ આ સંસ્થામાં અનેકવિધ સુંદર કાર્યક્રમનું આયોજન કરાય છે. સંસ્થાએ પ્રશસ્ત ધારો બનાવ્યો છે કે દેવદ્રવ્ય વગેરે ખાતામાં જરૂર કરતા વધારે સંચય કરી રાખવે નહિ. તેથી જ આજ સુધીમાં હસ્તગિરિ વગેરે તીર્થોમાં લાખ રૂપિયા દેવદ્રવ્યમાંથી અપાયા છે અને અનેક ગ્રંથોના પ્રકાશનમાં શાનદ્રવ્યને પણ સુંદર વિનિચાગ થઈ રહ્યો છે. આજ સુધી અનેક પૂજ્યનાં ચાતુર્માસની સાથેસાથ પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરિજી મ. સા. આદિ અનેક શાસન સુનિ ભગવંતના ચાતુર્માસને લાભ મળે છે, મળી રહ્યો છે. જે આ સંઘ-સંસ્થાનું સદભાગ્ય છે. દેવ-ગુરુની કૃપાથી અમારી સંસ્થાના અનવયે અવસર-અવસરે શાસ્ત્રીય ગ્રાનું પ્રકાશન થતું રહે છે. તેમાં પરમ પૂજ્ય. સ્વ. શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં પ્રશિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી વજી સેનવિજયજી ગણિવર્યની પ્રેરણાથી પરમ પૂજય વિદ્વાન સુનિરાજ શ્રી અમિતયશવિજયજી અનુવાદિત શ્રી પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ને લાભ પણ અમને મળી રહ્યા છે. શાસન દેવને પ્રાર્થના કે અને આવા સુંદર પ્રકાશન માટેનાં અવસર મળે અને અમે પ્રભુભક્તિની સાથે-સાથ જ્ઞાનભક્તિ કરવા સદભાગી બનીએ. લી. શ્રી જગદગુરુ હીરસુરીશ્વરજી જૈન સંઘ મલાડ,
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy