SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ '४४७ ૨૬. અંતર્લીપ .. दसविह कप्पदुमपत्तवंछिया तह न तेसु दीवेसु । ससि मर गहण मक्कूण जूया मसगाइया हुंति ॥१४३१।। આ દ્વીપ પર રહેલા પુરુષો વ ષમનારાચસંઘયણુ યુક્ત, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા-સંસ્થિત અને દેવ જેવા રૂપવાળા પુરુષે આઠ ધનુષ ઊંચા, સ્ત્રીઓ પુરુષથી કંઈક ન્યુન ઊંચી અને પલ્યોપમના અસંખ્યાત ભાગના આયુવાળા, સમગ્ર શુભલક્ષણ યુક્ત, સ્ત્રીપુરુષ યુગલરૂપે રહેલા, તથા દસ પ્રકારના કલાવૃક્ષો પાસેથી ઈચ્છિત વસ્તુ મેળવનારા મનુષ્ય હેય છે. તથા એ દ્વીપ પર ચંદ્ર, સૂર્યનું ગ્રહણ, માંકડ, જુ, મશક એટલે મશી વિગેરે હોતા નથી. આ બધાયે અંતરદ્વીપમાં હંમેશા મનુષ્ય વસે છે. તેઓ વજઋષભનારાચસંઘયણવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, દેવકના દેવ જેવા રૂપ લાવણ્ય આકારવડે શેભતા શરીરવાળા, આઠસે ધનુષ પ્રમાણ શરીરની ઊંચાઈવાળા, સ્ત્રીઓને કંઈક ન્યૂન આ ઊંચાઈ જાણવી તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા બધી જાતના શુભલક્ષણે જેવા કે તિલક, મષા વિગેરેથી યુક્ત, સ્ત્રી-પુરુષના યુગલમાં રહેનારા, દસ પ્રકારના કલ્પવૃક્ષે પાસેથી ઈચ્છિત ભેગ સામગ્રી મેળવનારા, સ્વાભાવિકપણે જ અલ્પ ક્રોધ, માન, માયા, લેભવાળા, સંતોષી, ઉત્સુકતા વગરના, મૃદુતા-નમ્રતા અને સરળતા યુક્ત મમત્વના કારણરૂપ મનેહરમણિ, સોનું, મોતી વિગેરે હોવા છતાં પણ એ પદાર્થના મમત્વ કે આગ્રહ વગરના, બિલકુલ વેરાનુબંધ વગરના, પરસ્પર સ્વામી-સેવકભાવ વગરના હેવાથી અહમિન્દ્ર ભાવવાળા, હાથી, ઘોડા, ઊંટ, ગાય, બળદ, ભેંસ વિગેરે હેવા છતાં પણ તેના વપરાશથી પરાંભુખ-વપરાશ ન કરનારા, પગે ચાલનારા, તાવ વિગેરે રોગો અને ભૂત-પ્રેત-પિશાચ-ગ્રહ વિગેરેના દુખેથી રહિત, ચતુર્થભક્ત એટલે એક દિવસના અંતરે–આંતરે દિવસે આહાર લેનારા. શાલિ (ડાંગર) વિગેરે અનાજ હોવા છતાં પણ તેને બનેલ આહાર નથી કરતાં પરંતુ સાકરથી પણ અનંતગુણ મીઠી માટી અને ચક્રવર્તીના ભેજનથી પણ અધિક મીઠા કલ્પવૃક્ષના ફળોને આહાર કરે છે. ૬૪ પાંસળીવાળા, છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે સ્ત્રી પુરુષરૂપ એક યુગલને જન્મ આપે છે અને એગણ્યાસી (૭૯) દિવસ તેનું પાલન કરે છે. અ૫નેહ અને અલ્પકષાયવાળા હોવાથી મરીને દેવલોકમાં જાય છે. તેમના મરણ ફક્ત ખાંસી, બગાસુ, છીંક વિગેરેથી જ થાય છે, પણ શરીર પીડા દ્વારા થતું નથી. તથા તે દ્વિીપ પર અનિષ્ટતાના સૂચક એવા સૂર્ય-ચંદ્ર ગ્રહણ શરીરને ઉપદ્રવ કરનારા માંકડ, જૂ, મશી, માખી વિગેરે હેતા નથી. જે સાપ, વાઘ, સિંહ વિગેરે હોય છે, તે પણ મનુષ્યને ઉપદ્રવ કરી શકતા નથી. અને પરસ્પર પણ હિંસ્થ-હિસંકભાવે વર્તતા નથી કારણ કે ક્ષેત્રપ્રભાવથી રૌદ્રભાવ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy