SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ - ૨૬ છ સ્થાની વૃદ્ધિહાનિ .. पाणं सुराइयं पाणियं जलं पाणगं पुणो एत्थ । - दक्खावाणियपमुहं सागो सो तकसिद्धं जं ॥१४१७।। સૂપ એટલે દાળ, એદન એટલે ભાત, યવાન્ન એટલે જવનું બનાવેલું પરમાત્ર (ખીર) દૂધ-દહિંધી વિગેરે ગોરસ કહેવાય. જળચર, સ્થળચર, ખેચર-એમ ત્રણ પ્રકારે માંસ છે. માછલા વિગેરેનું જળચર, હરણ વિગેરેનું સ્થળચર, લાવક વિગેરે પક્ષીઓનું ચિર. જૂષ એટલે જીરૂ, કટુભાન્ડ વિગેરે વડે સારી રીતે ભરેલ એટલે વઘારેલ, સંસ્કારીત મગને રસ એટલે મગનું પાણી. ખાંડના ચેપડેલ ખાજા વિગેરે. ગુલલાવણિક એટલે ગોળપાપડી, પૂર્વદેશમાં ગોળની પ્રધાનતાવાળી જે પાપડી તે ગોળપાપડી. અથવા ગેળ મિશ્રિત જે ઘાણા તે ગોળ ઘાણ પણ ગુલલાવણિકા કહેવાય છે. મૂલઇફલ એ (એકજ પદ લેવું પણ બે પદ ન લેવા) અશ્વગંધા વિગેરે મૂલ જાણવા અને કેરી-આંબા વિગેરેના ફળ જાણવા. હરિતક ડાક એટલે જરા વિગેરેના પાંદડાથી બનેલ તે હરિતક તથા ડાક એટલે વત્થલ રાજિક વિગેરેની ભાજી વઘુલરાજિકની ભાજીને હિંગ-જીરા વિગેરે યુક્ત કરવામાં આવે, ત્યારે સાલું થાય છે, જે લોકોમાં માર્જિતા નામે પ્રસિદ્ધ છે. એ રસાલાનું આ સ્વરૂપ કહેવાય છે. જેમાં બે પલ ઘી, એક પલ મધ, અડધે આઢક દહિં, વિસ વાટેલા મરચાં. દસ પલ ગેળ અથવા ખાંડ, આ બધી વસ્તુ મેળવતા રસાલા થાય છે, આ રસાલા રાજાઓ તથા ઉપલક્ષણથી શ્રીમંત એગ્ય છે. પાન એટલે બધી જાતના દારૂઓ જાણવા. પાણી એટલે કંડુ અને સ્વાદિષ્ટ પાણી. અને પાનક એટલે દ્રાક્ષ-ખજૂર વિગેરેના બનાવેલા પીણા. શાક તે કહેવાય જે છાશવડે બનેલ હૈય, જેમકે વડી વિગેરે. (૧૪૧૩થી૧૪૧૭) - --- ર૬૦. છસ્થાનવૃદ્ધિહાનિ वुड्ढी वा हाणी वा अणंत १ असंख २ संखभागेहिं । वत्थूण संख ४ अस्संख ५ गत ६ गुणगेण य विहेया ॥१४१८॥ વસ્તુઓની વૃદ્ધિ અથવા હાનિ અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણવડે કરવી. અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગવડે તથા સંખ્યાત-અસંખ્યાત, અંનતગુણવડે વસ્તુઓની વૃદ્ધિ અથવા હાનિ કરવી. અહીં ષસ્થાનમાં ત્રણ સ્થાનોની ભાગાકારવડે હાનિ અથવા વૃદ્ધિ કરવી અને ત્રણ સ્થાનેની ગુણાકારવડે હાનિ અથવા વૃદ્ધિ કરવી કહ્યું છે કે, “માનો તિરુ ગુણના તિકુ'. એમાં ભાગાકારમાં અનંત, અસંખ્યાત, સંખ્યાને એ પ્રમાણે કમ છે. અને ગુણાકારમાં સંખ્યાત અસંખ્યાત, અનંત–એ પ્રમાણે ક્રમ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. •
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy