SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮. માન-ઉન્માન અને પ્રમાણ કરૂપ ૬. ભીમ - ધરતીકંપ વિગેરે વિકારો વડે જે શુભાશુભ જણાય તે ભૌમ નિમિત્ત કહેવાય છે, જેમકે – જ્યારે મોટા શબ્દપૂર્વક ધરતી અવાજ કરે અને કંપે ત્યારે સેનાપતિ, મંત્રી, રાજા અને રાષ્ટ્ર પીડાય છે, દુઃખી થાય છે. (૧૪૦૮). इह वंजणं मसाई ७ लंछणपमुहं तु लक्खणं भणियं ८ । सुहअसुह सूयगाई अंगाईयाई अट्टावि ॥१४०९॥ . વ્યંજન એટલે મસા વિગેરે અને લાંછન એટલે લાખુ વિગેરે લક્ષણ કહ્યા. અંગ વિગેરે આઠે નિમિત્તો શુભાશુભના સુચક છે. ૭. વ્યજનલક્ષણ - આ નિમિત્ત શાસ્ત્રમાં મસા વિગેરેને વ્યંજન-લાંછન એટલે લાખુ વિગેરેને લક્ષણ કહ્યા છે. જેમકે, નાભિ એટલે ડુંટીની નીચે રહેલ લાંછન અથવા મસો પણ કુમકુમ એટલે કંકુના જેવો લાલ હય, તે તે સારે કહેવાય. ૧. વિગેરે નિશીથગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે કે, માણ-માન વિગેરે લક્ષણ અને મસા વિગેરે વ્યંજન છે અથવા જે શરીર સાથે ઉત્પન્ન થાય, તે લક્ષણ અને પાછળથી ઉત્પન થએલા વ્યંજન કહેવાય છે.” આ પ્રમાણે શુભ-અશુભ સૂચક અંગ વિગેરે આઠ નિમિત્તનું પ્રતિપાદન કર્યું છે. લક્ષણ પુરુષના વિભાગવડે આ પ્રમાણે નિશીથમાં કહ્યાં છે. : “ સામાન્ય મનુષ્યને બત્રીસ. બલદેવ, વાસુદેવને એકસે આઠ અને ચક્રવર્તી તીર્થકરોને એક હજાર આઠ લક્ષણો હોય છે, જે સ્પષ્ટરૂપે હાથ-પગ વિગેરેમાં (બાહ્ય) લક્ષણે જણાય છે તેનું પ્રમાણ કર્યું, જે આ દર રહેલ આંતરિક સ્વભાવ સરવ વિગેરે છે તેની સાથે તે ઘણું લક્ષણ થાય છે.” (૧૪૦૯) ર૫૮. માન-ઉન્માન અને પ્રમાણુ जलदोणमद्धभार समुहाई समृसिओ उ जो नव उ । माणुम्माणपमाणं तिविहं खलु लक्खणं नेयं ॥१४१०॥ દ્રોણ પ્રમાણુ વજન જળમાન કહેવાય, અધભાર પ્રમાણ વજન ઉન્માન કહેવાય, પોતાના મઢાના-મુખના માપથી નવ ગણે ઊંચે પુરુષ પ્રમાણુ કહેવાય છે. આ ત્રણ પ્રકારે માન, ઉમાન, પ્રમાણુનું લક્ષણ જાણવું. એક દ્રોણુ પ્રમાણ પણું હોય તે માન કહેવાય. ત્રાજવામાં અર્ધાભાર પ્રમાણે જે વજન થાય તે ઉન્માન કહેવાય. . : - જે પુરુષ પોતાના મુખથી નવ ગણે ઊંચે હોય તે પુરુષ, પ્રમાણુ યુક્ત કહેવાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy