SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૧૦૧. ચક્રવાલ સામાચારી. ર. મિચ્છાકાર સમિતિ ગુણિરૂપ સંયમયેગને આરાધવા ઉજમાળ થયેલા સાધુએ જે કંઈ પણ છેટું આચરણ કર્યું હોય તેને આ વિપરીત આચરણ છે–એમ જાણીને તવિષયક “મિચ્છામિ દુક્કડ” આપવું. સંયોગ વિષયક પ્રવૃત્તિમાં વિપરીત આચરણ થયું હોય તેમાં “મિચ્છામિ દુક્કડ દેષ દૂર કરવા માટે સમર્થ છે. પણ ઉત્યિકરણવિષયક એટલે ઈરાદાપૂર્વક-જાણી જોઈને કરાતા તથા વારંવાર સેવાતા દોષોને દૂર કરવા સમર્થ નથી. (૭૬૩) कप्पाकप्पे परिनिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संयमतवड्ढगस्स 3 अविकप्पेणं तहकारो ३ ॥७६४॥ કપાક૯પમાં પરિનિઠિત (જાણનાર), પાંચ સ્થાનોમાં સ્થિત તથા તપ સંયમથી યુક્ત મહાપુરુષના વચનને તહત્તિ કરી સ્વીકારવું ૩. તથાકાર જ્ઞાનસંપત્તિ, મૂલગુણસંપત્તિ અને ઉત્તરગુણસંપત્તિથીયુક્ત આચાર્યની વિાણીને સ્વીકાર કરવો તે તહકાર કહેવાય છે. (૧) જ્ઞાનસંપત્તિ=સ્થવિરકલ્પ અને જિનકલ્પની જે વિધિ અથવા આચાર તે ક૯પ કહેવાય. ચરક અને બૌદ્ધ આદિની દીક્ષા તે અક૯પ કહેવાય. તે બંને આચારના સંપૂર્ણ જાણકાર એવા આચાર્ય જ્ઞાનસંપત્તિ યુક્ત કહેવાય. જેમાં મુમુક્ષુઓ ઊભા રહે તે સ્થાન એટલે મહાવતે. તે પાંચ છે. તે પાંચ સ્થાનમાં રહેલા આચાર્ય મૂલગુણસંપત્તિ યુક્ત કહેવાય. ' ' ' ' સંયમ એટલે પડિલેહણ પ્રમાર્જનારૂપ સંયમ તેમજ અનશન વગેરે બાર પ્રકારના તપથી યુક્ત આચાર્ય ઉત્તરગુણસંપત્તિયુક્ત કહેવાય. - આવા મૂળગુણ ઉત્તરગુણ અને જ્ઞાન સંપઢાથી યુક્ત મહાત્માનાં વચનને નિર્વિકલ્પપણે સત્યપણે સ્વીકારવું તે તથાકાર ' ઉક્ત ગુણયુક્ત ગુરુ વાચન વગેરે આપતા હોય તેમાં, પ્રશ્ન પૂછ્યા પછી જે જવાબ આપે ત્યારે તથા સામાચારી શિક્ષણ આપે ત્યારે તમે જે પ્રમાણે કહો છો તે તે પ્રમાણે જ છે' એ ભાવસૂચક “તહત્તિ’ શબ્દનો પ્રયોગ કરવો. (૭૬૪) । आवस्सिया विहेया अवस्सगंतव्वकारणे मुणिणा ४ ।।:: तम्मि निसीहिया जत्थ सेज्जठाणाइ आयरइ ५ ॥७६५॥ મુનિઓએ અવશ્ય કાર્ય માટે જતી વખતે આવરૂહિ કહેવું. બહારથી પાછા આવે ત્યારે જે વસતિમાં રહે છે ત્યાં પ્રવેશ કરતાં નિસીહિ કહેવી.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy