SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨. પૂર્વનું માપ पुवस्स उ परिमाणं सयरिं खलु वासकोडि लक्खाओ। छप्पनं च सहस्सा बोद्धव्वा वासकोडीणं ॥१॥ १३८७॥ પૂર્વ નામની સંખ્યા વિશેષનું માપ આ પ્રમાણે થાય છે. એટલે ચોર્યાસી લાખને ચિર્યાસી લાખ વડે ગુણતા સીત્તેર લાખ છપ્પન હજાર કેડ (૭૦૫૬૦૦૦,૦૦૦,૦૦૦,૦) વર્ષ થાય છે. (૧૩૮૭) ૨૫૩. લવણસમુદ્રની શિખાનું પ્રમાણ दसजोयणा सहसा लवणसिहा चक्कवालओ रुंदा । सोलस सहस्स उच्चा सहस्समेगं तु ओगाढा ॥२॥ ॥१३८८॥ લવણુ સમુદ્રની શિખા રથના ચક્રની જેમ વિસ્તારવાળી દસ હજાર ચજન છે. સેળ હજાર યોજન ઊંચી છે અને એક હજાર યોજન ઊંડી છે. બે લાખ યેાજનના વિસ્તારવાળા લવણસમુદ્રમાં મધ્ય ભાગે નગરના કિલ્લાની જેમ દસ હજાર જન પ્રમાણ સુધી પાણીની ઊંચાઈ શિખા એટલે શિખરની જેમ વધે છે, માટે લવણસમુદ્રમાં જે શિખા તે લવણશિખો કહેવાય છે. તે લવણશિખા દસ હજાર જન રથના ચકની જેમ વિસ્તારવાળી એટલે પહોળી છે. જમીનના સમાન રહેલ પાણીના પટથી સોળ હજાર રોજન ઊંચી છે અને એક હજાર યોજન નીચે ઊંડી છે. આની વિચારણું આ પ્રમાણે છે. લવણસમુદ્રમાં જબૂદ્વીપથી અને ધાતકી ખંડથી એ બંને તરફથી પંચાણું હજાર પંચાણુ હજાર યોજન સુધી ગોતીર્થ છે. તીર્થ એટલે તળાવ વિગેરેમાં જેમ પ્રવેશ કરવાના રસ્તારૂપ નીચે, અતિ નીચે જે જમીનને ભાગ, તે ગેતીર્થ એવી વ્યુત્પતિ છે. મધ્યભાગની ઊંડાઈ તેને દસ હજાર જન પ્રમાણ જમીનનો વિસ્તાર છે. જે બૂદ્વીપની વેદિકા પાસે તથા ધાતકી ખંડની વેદિકા પાસે તીર્થ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ત્યારબાદ જમીનના સમતલ ભાગથી લઈ એક-એક પ્રદેશની હાનીપૂર્વક ઊંડાઈ અતિ ઊંડાઈપણું વિચારતા જવું, તે જ્યાં સુધી પંચાણું હજાર જન ન આવે, ત્યાં સુધી વિચારવા. પંચાણું હજાર એજન પૂરા થાય ત્યારે જમીનના સમતલ ભાગથી એક હજાર એજનની ઊંડાઈ થાય છે. જબૂદ્વીપની વેદિકાથી અને ધાતકી ખંડ દ્વીપની વેદિકાથી સમતલ જમીનના ભાગે પહેલી જળની વૃદ્ધિ અંગુલના સંખ્યાતા ભાગ પ્રમાણની છે. ત્યારબાદ સમતલ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy