SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તથા બીજી પચીસ નસો શ્લેષ્મ એટલે કફને ધારણ કરનારી છે. પચીસ પિત્તની નસે છે. દસ નસે શુક્ર એટલે વીર્ય નામની સાતમી ધાતુને વહન કરનારી છે. આ પ્રમાણે ડુંટીમાંથી નીકળતી સાતસે નસે પુરૂષના શરીરમાં હોય છે. (૧૩૭૨ થી ૧૩૭૮) હવે સ્ત્રી અને નપુંસકને આ નસે કેટલી હોય છે તે કહે છે. तीसूणाई इत्थीण वीसहीणाई हुँति संढस्स । . नव हारूण सयाई नव धमणीओ य देहमि ॥१३७९॥ સ્ત્રીઓને ત્રીસ ઓછી સાતસે એટલે છ સીત્તેર (૬૭૦) નસે હોય છે અને વીસ ઓછી સાતસો એટલે છ એંસી નસે નપુંસકને હોય છે. સ્નાયુઓની એટલે હાડકાના બંધન રૂપ નવસે નસો છે અને શરીરમાં નવ ધમની એટલે મેટી નાડીઓ રસને વહન કરનારી છે. (૧૩૭૯) तह चेव सव्वदेहे नवनउई लक्ख रोमकूवाणं । બદ્ધદા વોહીશો સમં પુળો સર્દિ ૩૮૦ સંપૂર્ણ શરીરમાં નવ્વાણું (૯) લાખ રોમ એટલે શરીર પર રહેલ રોમ રાજીઓ છે. આ સંખ્યા દાઢી-મૂછ અને માથાના વાળ વગરની જાણવી. તે દાઢી મૂછ અને માથાના વાળ સહિત તે રોમરાજ સાડાત્રણ કરોડ થાય છે. મચ્છુ એટલે દાઢી-મૂછના વાળ તથા કેશ એટલે માથાના વાળ. (૧૩૮૦) मुत्तस्स शोणियस्स य पत्तेयं आढयं वसाए उ । अद्धाढयं भणंति य पत्थं मत्थुलुय वत्थुस्स ॥१३८१॥ શરીરમાં હંમેશા પેશાબ તથા લેહી એ બંને મગધ દેશમાં પ્રસિદ્ધ પ્રમાણુ એવા એક-એક આઢક પ્રમાણ છે. કહ્યું છે કે “બે અસતિની એક પસલી થાય છે, બે પસલીની એક સેતિકા થાય છે, ચાર સેતિકાને એક કુંલક થાય. ચાર કુલકને પ્રસ્થ થાય છે અને ચાર પ્રસ્થને એક આઢક થાય છે. ચાર આઢકનો એક દ્રોણ થાય છે.” ઊંધો કરેલ અનાજ ભરેલ હાથપ્રમાણ એક અસતિ થાય. વસા એટલે ચરબીનું પ્રમાણ અડધા આઢઠ જેટલું કહ્યું છે, મસ્તકમેજજક એટલે મતુલુંકનું પ્રમાણ પ્રસ્થ પ્રમાણ છે. બીજા આચાર્યોએ મતુલુંગ એટલે મેદ પિપિસા વિગેરે કહ્યું છે. (૧૩૮૧) असुइमल पत्थछकं कुलओ कुलओ य पित्तसिभाणं । सुक्कस्स अद्धकुलओ दुढे हीणाहिय होज्जा ॥१३८२॥ અશુચિ એટલે અપવિત્ર જે મેલ છે તે છ પ્રસ્થ હોય છે. પિત્ત અને કફ એ બંને અલગ-અલગ કુલ પ્રમાણ હોય છે. વીર્ય અર્ધ કુલવ હોય છે. આઢક, પ્રસ્થ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy