SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ‘૯૭ ૨૩૬. અણુવ્રતના ભાગ એક વિગેરે એક પછી એક-એકની વૃદ્ધિપૂર્વક સ્થાપવા અને દરેક ઉપ૨-ઉપરના દરેક પદમાં નાંખવા તે એક-એકની હાનિપૂર્વક છેલ્લી સંખ્યા વડે સંગ થાય છે. જેટલા પ્રમાણ પદના એક-બે વિગેરે સંગ લાવવાની ઈચ્છા હોય તેટલા પ્રમાણમાં જ એક વિગેરે પદને એક-એકની વૃદ્ધિપૂર્વક એક બીજાની ઉપર ક્રમસર સ્થાપવા – લખવા અને બાર વ્રતના સંયેગો-ભાંગ કરવા તેથી એકથી લઈ બાર સુધી આ પ્રમાણે લખવા. સ્થાપવા ગિર અને ગિર ચગ તે પછી ઉપર રહેલ દરેકે દરેક પદોમાં નીચે રહેલા અંક સંખ્યાને ઉમેરવી અને નીચેનો અંક તે પ્રમાણે જ રહેવા દે. કેવી રીતે પ્રક્ષેપ કરે તે કહે છે. ઉપરના એક–એક અંકની હાનિ એટલે બાદબાકી એવી રીતે કરવી, જેથી દરેક વખતે ઉમેરતા ઉપરને અક–સંખ્યા નીચેની ઉમેરેલી સંખ્યા વગરની કરવી-એ ભાવ છે. બધી સંખ્યાઓના સરવાળા રૂપ જે છેલ્લી સંખ્યા છે, તે સંખ્યા પ્રમાણ ક્રમસર એક-બે– ત્રણ વિગેરે પદે મેળવવા રૂપ સંયેગો થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલાં તે એકથી બાર સુધીની સંખ્યા ઉભી હારમાં લખવી. તે પછી એકને બેમાં ઉમેરો એટલે ત્રણ થાય. તે ત્રણને ત્રણમાં ઉમેરતાં છ થાય. તે છ ને ચારમાં ઉમેરતાં દસ થાય છે. તે દસને પાંચમાં ઉમેરતા પંદર થાય છે. તેને છમાં ઉમેરતા એકવીસ થાય છે. તેને સાતમાં ઉમેરતા અટકાવીસ થાય છે. તેને આઠમાં ઉમેરતાં છત્રીસ થાય છે. તેને નવમાં ઉમેરતાં પીસ્તાલીસ થાય છે. તેને દસમાં ઉમેરતાં પંચાવન થાય છે. તેને અગ્યારમાં ઉમેરતાં છાસઠ થાય છે. અને ઉપરની બારની સંખ્યામાં ઉમેરવી નહિ. પરંતુ બાર એમને એમ રહેવા દે. કહ્યું છે કે, જી હાનિ એ વચનાનુસારે એ પ્રમાણે પહેલે પ્રક્ષેપ થયે. ફરી એકને ત્રણમાં ઉમેરવા એટલે ચાર થાય છે. તેને છમાં ઉમેરતાં દસ થાય છે. તેને દસમાં ઉમેરતાં વીસ થાય છે. તેને પંદરમાં ઉમેરતાં પાંત્રીસ થાય છે. તેને એકવીસમાં ઉમેરતાં છપ્પન થાય છે. તેને અઠ્ઠાવીસમાં ઉમેરતાં ચોર્યાસી થાય છે. તેને છત્રીસમાં ઉમેરતાં એકવીસ થાય છે. તેને પીસ્તાલીસમાં ઉમેરતાં એક પાંસઠ થાય છે. તેને પણ પંચાવનમાં ઉમેરતાં બસોવીસ થાય છે. એને paa દાળેિ એ વચનાનુસારે ઉપર રહેલ છાસઠમાં ઉમેરવા નહીં. એ પ્રમાણે બીજે પ્રક્ષેપ થ. એ પ્રમાણે વારંવાર છેલ્લા અંકને છેડી ઉપર–ઉપરના અંકમાં અગ્યાર સરવાળા થાય ત્યાં સુધી ઉમેરતાં રહેવું એક છેલ્લે હેવાથી કેઈમાં પણ ઉમેરાતું નથી એટલે બારમાં સરવાળે સંભવતે–થતું નથી.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy