SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ એ પ્રમાણે કરવા-કરાવવારૂપ કરણના મન, વચન, કાયા સાથે ઉત્તરભેદ ૨૧ થાય છે. ૭. ઉત્તરગુણ સ્વીકારનારને સાતમે ભેદ છે, તે આ પ્રમાણે શ્રાવકને નિયમ ૧. મૂલગુણવિષયક, ૨. ઉત્તરગુણવિષયક એમ બે પ્રકારે છે. તેમાં જે મૂળભૂત ગુણે તે મૂળગુણો જે પાંચ અણુવ્રતરૂપે છે. ઉત્તરભૂત-ગૌણરૂપે જે ગુણે તે ઉત્તરગુણે જે ત્રણ અણુ (ગુણ) વરૂપે અને ચાર શિક્ષાત્રરૂપે છે. અહીં સંપૂર્ણ કે અપૂર્ણ ઉત્તરગુણેના ભેદની વિવેક્ષા ન ગણતા સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરી છે. ૮. અવિરતસમ્યગ્દષ્ટિ – એ આઠમે ભેદ શ્રાવકને થાય છે. આ પ્રમાણે આઠ પ્રકારે શ્રાવકે કહ્યા. હવે બત્રીસ પ્રકારે શ્રાવકે કહે છે. શૂલપ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ વ્રતને દ્વિવિધ–ત્રિવિધ વિગેરે આગળ કહેલા છ ભાંગાવડે ગુણતા કુલે ત્રીસ ભેદ થાય છે અને તેમાં ઉત્તરગુણ સ્વીકારનારને તેમજ અવિરત સમ્યગ્દષ્ટિને એમ બે ભેદ ઉમેરતા બત્રીસ ભેદો થાય છે. તે આ પ્રમાણે. જેમકે કઈક સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ છ ભાંગામાંથી કઈ પહેલા ભાગે સ્વીકારે કઈક બીજા ભાંગે, કેઈકે ત્રીજા ભાંગે, કેઈક ચોથા ભાંગે, કેઈક પાંચમા ભાંગે, કેઈક છઠ્ઠા ભાગે સ્વીકારે એમ પ્રાણાતિપાત વિરતિના છ ભાંગા થાય, એ પ્રમાણે મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ પરિગ્રહ પરિમાણમાં પણ દરેકના છ-છ ભાંગાઓ સમજવા. તેમ પાંચેના ત્રીસ ભાંગા થાય. આવશ્યકસૂત્રમાં આ પ્રમાણે ત્રીસ ભાંગા કહ્યા છે. કેઈકે પાંચ અણુવ્રત સાથે જ સ્વીકારે અને તેમાં દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભેદે થાય છે. બીજે કેઈકે ચાર અણુવ્રત લે તેમાં પણ છ ભાંગા, અન્ય કેઈક ત્રણ વ્રત સ્વીકારે તેમાં પણ છ ભાંગા, બીજે કેઈટ બે વ્રત સ્વીકારે. તેમાં પણ છ ભાંગા અને કેઈક એક જ વ્રત સ્વીકારે તેમાં પણ છે ભાંગા, એ પ્રમાણે પાંચ ષક થવાથી ત્રીસ ભેદ થાય છે. ઉત્તરગુણ અને અવિરત સમકિતી સહિત બત્રીસ ભેદ શ્રાવકના થાય છે. ૧૩૨૩ આ પ્રમાણે આવશ્યક નિર્યુક્તિ અનુસાર ભાંગાની પ્રરૂપણ કરી હવે સાત પાંત્રીસ (૭૩૫) ભેદો શ્રાવકેના કહેવાની ઈચ્છાથી ભગવતીસૂત્રના અનુસાર નવભંગી એટલે નવભાંગ કહે છે. तिन्नि तिया तिन्न य दुया, तिन्निकेका य हुति जोएसु । ति दु एकं ति दु एकं, तिदुएकं चेव करणाई ॥१३२४॥ યોગમાં ત્રણ ત્રગડા, ત્રણ બગડા, ત્રણ એકડાઓ હોય છે. કરણેમાં ત્રણ, બે, એક, ત્રણ, બે, એક, ત્રણ, બે, એક-એમ ભેદો લખવા. ૧. એક વ્રતના છ ભાંગા થયા તે આ પ્રમાણે છ પ્રકારના ઉત્તરગુણનો એક અને અવિરતને એક–એમ આઠ પ્રકારના શ્રાવકો કહ્યા
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy