SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ ૨૩૨. છ પર્યાપ્તિ હવે પર્યાયિઓને રચવાને કાળ કહે છે. पढमा समयपमाणा सेसा अंतोमुहुत्तिया य कमा । समगंपि हुति नवरं पंचम छट्ठा य अमरणं ॥१३१८।। પહેલી પર્યાપ્તિ એક સમય પ્રમાણુની છે. બાકીની પર્યાપ્તિને ક્રમસર દરેકનો અતર્મુહુત કાળ છે. પરંતુ દેવને પાંચમી અને છઠી સાથે હોય છે. પહેલી આહારપર્યાપ્તિ એક સમય પ્રમાણુની છે. બાકીની શરીર પર્યાપ્તિ વિગેરે પાંચ પર્યાપ્તિઓનો દરેકને કમસર અંતર્મુહુર્ત કાળ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. આ બધી પર્યાપ્તિઓને ઉત્પત્તિના પહેલા સમયે જ જીવ એકી સાથે પિતાને ગ્ય પર્યાપ્તિ રચવાને પ્રારંભ કરે છે અને ક્રમસર સંપૂર્ણ કરે છે. તે આ પ્રમાણે પહેલાં આહારપર્યાપ્તિ, તે પછી શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ વિગેરે. આમાં સૌથી પ્રથમ આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂર્ણ કરે છે. બાકીની પાંચને અંતર્મુહુર્ત કાળે ક્રમસર પૂર્ણ કરે છે. પ્રશ્ન –આહારપર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી કરે છે એમ શી રીતે જાણી શકાય ? ઉત્તર : ભગવાન આર્ય શ્યામાચાર્યજીએ પ્રજ્ઞાપનામાં આહારપદના દ્વિતીય ઉદ્દેશામાં આ પ્રમાણે સૂત્ર કહ્યું છે. “ પકડતા મને ! મહારાજગાર? ગાયમાને કારણ” (પ્ર. ૨૮ સૂ. ૧૫) હે ભગવન્! આહારપર્યાપ્તિની અપૂર્ણતામાં જીવ. આહારક હોય કે અનાહારક હેય? હે ગત્તમ ! અનાહારક” હાય. તેથી આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત વિગ્રહગતિમાં જ પ્રાપ્ત થાય છે. પણ ઉત્પત્તિ ક્ષેત્રે આવેલ જીવ નહીં. કારણ કે ઉત્પત્તિ ક્ષેત્રે આવેલ પહેલાં સમયે જ આહારી થાય છે, માટે આહારપર્યાપ્તિની પૂર્ણતા એક સમયની છે. જે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી પણ જીવ આહારપર્યાપ્તિએ અપર્યાપ્ત હય, તે વ્યાકરણ એટલે પ્રશ્નોત્તર સૂત્રમાં આ પ્રમાણે કહ્યું હતું કે “તિ કરણ સિય અનrg” “આહારક હોય અને અનાહારક પણ હોય” જેમ શરીર પર્યાપ્તિ વિગેરેમાં કહ્યું છે કે “સિવ બારા રિય કળrgrg” એ પ્રમાણે કહ્યું હોત. આહારપર્યાપ્તિ સિવાય બધીયે પર્યાપ્તિને સંપૂર્ણ થવાને કાળ અંતમુહુર્ત પ્રમાણને છે. આ ગાથામાં પર્યાપ્તિને કાળ સામાન્યથી કહ્યો છે. છતાં પણ આદારિક શરીરવાળાને જ જાણ. વૈક્રિય આહારક શરીરવાળાને તે આહાર ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન–એ પાંચે પર્યાપ્તિઓ એક-એક સમયે પૂરી થાય છે અને શરીર પર્યાપ્તિ અંતમુહુર્ત કાળ હોય છે. કહ્યું છે કે “ક્રિયઆહારક શરીરવાળાને શરીર સિવાય પાંચે એક સમયની છે. દારિક શરીરમાં પાંચ અલગ અતર્મુહુર્ત પ્રમાણુની છે અને આહાર પર્યાપ્તિ એક સમયની છે.”
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy