SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ અનંત નામને ત્રીજો ભાંગે શૂન્ય છે. સમ્યકત્વથી પહેલા જ મિથ્યાત્વની સાદિ હોય છે. કારણ કે તેમને અવશ્ય સભ્યત્વ પ્રાપ્ત થતું હોવાથી મિથ્યાત્વના અનંતપણાને અસંભવ છે... સાસ્વાદન ગુણસ્થાનક જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કાળનું ત્યારબાદ અવશ્ય મિથ્યા જાય છે. આવલિકામાં જઘન્યયુક્ત અસંખ્યાત સમયેના સમુહ હોય છે. ચોથું અવિરત સમ્યગદષ્ટિ ગુણઠાણું સાધિક 'તેત્રીસ સાગરોપમકાળ પ્રમાણ છે. તે આ પ્રમાણે....કેઈકે અહીંથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે અવિરત સમકિતરૂપે તેત્રીસ સાગરોપમ રહે છે ત્યાંથી ઍવી અહીં આવી જ્યાં સુધી વિરતિને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે સમ્યકત્વ ભાવમાં જ રહેતો હોવાથી મનુષ્ય ભવ સંબંધિત કેટલાક વર્ષો અધિક તેત્રીસ સાગરોપમ સંભવે છે. પાંચમું દેશવિરિત ગુણઠાણું અને તેરમું સગિ કેવલી ગુણઠાણું એટલે ગુણઠાણને અલગ-અલગ કંઈક ન્યૂન પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણુ કાળ છે. ગર્ભમાં રહેલ જીવ સાધિક નવ મહિના ગર્ભરૂપે પસાર કરે છે અને જમ્યા પછી પણ આઠ વર્ષ સુધી વિરતિને યોગ્ય થતું નથી. તે પછી દેશવિરતિને સ્વીકારી અથવા સર્વવિરતિ સ્વીકારી કેવળજ્ઞાન પામે છે. જે દેશવિરતિ અને સગિ કેવલિ એ બંને પૂર્વ ક્રિોડ વર્ષ સુધી જીવે તે તેમને કંઈક ન્યૂન નવવર્ષરૂપ દેશ–ભાગની ન્યૂનતા હોવાથી દેશના પૂર્વક્રોડ વર્ષ છે. છેલું અગિ કેવલિ ગુણસ્થાન હસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણના કાળ પ્રમાણ છે. તે આ પ્રમાણે કેઈક અતિ ઝડપથી નહિ અને અતિ ધીરેથી પણ નહિ એ રીતે મધ્યમ પ્રકારે જેટલા વખતમાં = ૬ બેલી શકાય તેટલા કાળ પ્રમાણનું ચૌદમું ગુણઠાણું છે, તે પછી મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્રીજું સમ્યક્ત્વ મિથ્યાત્વરૂપ મિશ્ર ગુણઠાણું તથા છઠ્ઠાથી બારમા સુધી એટલે પ્રમત્ત-સંયત, અપ્રમત્ત-સંયત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂમસં૫રાય, ઉપશાંત મેહ, ક્ષીણમોહરૂપ સાત ગુણઠાણું. એમ કુલ્લે આઠ ગુણઠાણાઓમાં દરેકને અંતર્મુહર્ત પ્રમાણુકાળ છે, ત્યારબાદ બીજા ગુણઠાણાઓમાં જીવ જાય છે અથવા કાળ એટલે મૃત્યુ પામે છે. આ કાળ પ્રમાણ ઉત્કૃષ્ટથી કહ્યું છે, જઘન્યથી તે સાસ્વાદન, પ્રમત્ત-અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસં૫રાય, સૂમસં૫રાય, ઉપશાંતમોહન કાળ એક સમયને છે. કારણ કે ત્યારબાદ મરણ થતું હોવાથી બીજા ગુણઠાણુઓમાં જાય છે. મિથ્યાત્વ, મિશ્ર, અવિરત સમકિતી, દેશવિરતિ, ક્ષીણમેહ, સોગિકેવલિ ગુણઠાણાઓને જઘન્યકાળ અંતમુહૂર્ત છે. અગી કેવલિઓને જઘન્ય અને ઉત્કૃષ્ટથી ઉપરોક્ત કાળ જે છે. (૧૩૦૭–૧૩૦૯) ૬૬ સાગરેપમ પણ ઘટે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy