SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ પ્રવચનસારોદ્વાર. ભાગ-૨ જીવ વિગેરે પદાર્થોના વિષે યથાયોગ્ય મુક્તિ-પ્રાપ્તિ કરાવનાર રૂપે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપની વિચારણામાં તત્પર તે સાધુ અને સત્ય. (જેમકે–જીવ છે. સ્વરૂપે સત્ છે, પરરૂપે અસત્ શરીર માત્ર વ્યાપી વિગેરે રૂપે યથાવસ્થિત પદાર્થના વિકપની વિચારણમય તે સત્ય.). એનાથી વિપરીત તે અસત્ય જેમકે “જીવ નથી” અથવા “એકાંતે સત્ રૂપે છે વિગેરે રૂપે અયથાવસ્થિત વસ્તુની જાણકારી રૂપે છે. સાચું અને જુહું એ બંને મિશ્રિત તે મિશ્ર. જેમકે ધવ, ખેર, પીપળ, પલાશ વિગેરેથી મિશ્રિત હોવા છતાં ઘણા અશોકવૃક્ષ હોવાથી આ અશેકવન છે એવું જે વિચારવું તે મિશ્ર. અહીં કેટલાંક અશોકવૃક્ષોની વિદ્યમાનતા હોવાથી સત્યતા અને ધવ વિગેરે પણ હેવાથી અસત્યતા છે. વ્યવહારનય મતની અપેક્ષાએ આ મિશ્ર એ પ્રમાણે બેલાય છે. બાકી વાસ્તવિકપણે તે અસત્ય જ છે. કારણ કે યથાવસ્થિત પદાર્થની વિકલતા ન હેવાથી. - જે સત્ય નથી, અસત્ય નથી, અને સત્ય મૃષારૂપ મિશ્ર નથી. તે અસત્ય અમૃષા છે. અહીં વિપ્રતિપતિ–વિપરીત સ્વીકાર હોવા છતાં પણ જે પદાર્થની સ્થાપનાની આશાથી સર્વજ્ઞ મતાનુસારે વિચારે જેમકે “જીવ છે તે સઅસત્ રૂપે છે” તે સત્ય કહેવાયું છે કારણ કે આરાધકતા વધે માટે. વિપ્રતિપતિ-વિપરીત સ્વીકાર હોવા છતાં પદાર્થની સ્થાપનાની આશાથી સર્વજ્ઞના વચનની બહારનું વિચારે જેમકે “જીવ નથી” અથવા “એકાંતે નિત્ય છે” તે અસત્ય છે. કારણ કે વિરાધકપણું છે. જે પદાર્થની સ્થાપનાની આશા વગર ફક્ત સ્વરૂપ માત્રની વિચારણું યુક્ત હેય જેમ કે હે ! દેવદત્ત ! ઘડે લાવ, મને ગાય આપ વિગેરે જે વિચારણું તે અસત્ય-અમૃષા. આ ફક્ત સ્વરૂપ વિચારણરૂપ હોવાથી સત્યના ઉપરોક્ત લક્ષણવાળું ન હોવાથી સત્ય નથી. અને અસત્ય પણ નથી. આ અસત્ય-અમૃષા પણ વ્યવહારનય મતને આશ્રયી જ જાણવી. નિશ્ચયનયન અનુસાર તે ઠગવા વિગેરેની બુદ્ધિપૂર્વક હોય તે અસત્યમાં એનો સમાવેશ થાય છે. અને નહીં તે સત્યમાં સમાવેશ થાય છે. જેમ મનગ, સત્ય વિગેરે ચાર પ્રકારે છે, તેમ વચનગ સત્ય વિગેરેના ચાર પ્રકાર છે.... દારિક, વૈક્રિય અને આહારક એ શરીર છે. એમાં ઔદારિક શરીર ઉદાર એટલે પ્રધાન મુખ્ય છે. અહીં પ્રધાનતા તીર્થંકર-ગણધર શરીરના કારણે છે. એમના શરીરથી બીજા અનુત્તરવાસી દેના શરીરનું રૂપ અનંતગુણહીન કક્ષાએ છે. અથવા ઉદાર એટલે સાધિક હજાર જન પ્રમાણ શરીરની ઊંચાઈ છે. જે બીજા શરીરે કરતાં
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy