SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧. છ ભાવનું વર્ણન ૩૪૫ ભાવે છ જ છે. તે આ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, શ્રાપથમિક, ઔદયિક, પારિણમિક અને સાન્નિપાતિક. ઔપશમિક - ઉપશમ એટલે રાખવડે ઢંકાયેલ અગ્નિની શાંત અવસ્થા. જેમાં પ્રદેશથી પણ ઉદયને અભાવ છે. આવા પ્રકારને ઉપશમ તે સર્વોપશમ કહેવાય. તે સર્વોપશમ મેહનીયર્મને જ હોય છે. પણ બીજા કર્મોને નથી. કહ્યું છે કે સદગુવાનો મોક્ષેવ ” અહીં આ પ્રમાણે શબ્દ વ્યુત્પત્તિ થાય છે. ઉપશમ એ જ ઔપથમિક અથવા જે ઉપશમવડે થાય તે પથમિક, જે ક્રોધ વિગેરે કષાયના ઉદયના અભાવરૂપ જીવની પરમશાંત અવસ્થારૂપ પરિણામ વિશેષ. ક્ષાયિક – કર્મને મૂળથી બિલકુલ નાશ કરે તે ક્ષય. ક્ષય એજ ક્ષાયિક છે અથવા ક્ષય વડે બનેલ જે ભાવ તે ક્ષાયિક. કર્મના અભાવરૂપ ફળવડે થયેલ જીવની જે પરિણતિ વિશેષ તે ક્ષાયિક. ક્ષાયોપથમિક-ઉદય પામેલ અંશને ક્ષય અને ઉદય ન પામેલ અંશને વિપાક આશ્રયી ઉપશમ તે ક્ષયે પશમ. ક્ષયે પશમ એ જ ક્ષાપશમિક અથવા ક્ષયે પશમવડે બનેલ, જે ઘાતકર્મના ક્ષપશમવડે પ્રાપ્ત થયેલ મતિજ્ઞાન વિગેરે લબ્ધિરૂપ આત્માને જે પરિણામ વિશેષ તે ક્ષાપશમિકભાવ. દયિક – આઠે કર્મો પિત–પિતાના ઉદય સમય આવ્યે છતે પિતતાના સ્વરૂપે જે અનુભવ કરે તે ઉદય. ઉદય એ જ ઔયિક અથવા ઉદયવડે બનેલ જે ભાવ તે ઔદયિક. જે નારક વિગેરરૂપ પર્યાયની પરિણતિરૂપ છે. - પરિણામિક - પરિણમવું તે પરિણામ, એટલે કંઈક અવસ્થિત વસ્તુનું પૂર્વ અવસ્થાને છેડડ્યા વગર આગળની અવસ્થાને પામવું તે પરિણામ, પરિણામ એ જ પરિણામિક છે. અથવા પરિણામ વડે બનેલ તે પરિણામિક. આ ભાવના અનુક્રમે ભેદ કહે છે. પશમિકના બે, ક્ષાયિકના નવ, ક્ષાપશમિકના અઢાર, ઔદયિકના એકવીસ, અને પરિણામિકના ત્રણ ભેદે છે. - સાનિ પાતિક - સન્નિપતન એટલે મળવું તે સન્નિપાત એટલે મિલન. તે સન્નિપ એ જ સાનિ પાતિક અથવા સન્નિપાતવડે બનેલા જે ભાવ તે સનિપાતિક. ઔદયિક વિગેરે બે ત્રણ ભાવેના સગવડે બનેલ જે અવસ્થા વિશેષ તે સાન્નિપાતિક. (૧૨૯૦) હવે ઔપશમિક અને ક્ષાયિકના બે ભેદની વ્યાખ્યા કરે છે. सम्म चरणाणि पढमे देसणनाणाई दाण लाभा य । - उवभोग भोगवीरिय सम्मचरित्ताणि य बिइए ॥१२९१॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy