SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬. આઠ કર્મ ૩૩૧ ઉપાડવું અશક્ય થાય અને એકાંતે લઘુ હોય તે વાયુ વડે ફેંકાય તે પિતે ધારણ ન કરી–પકડી ન રાખી શકે. ઉપઘાત - જે કર્મના ઉદયથી પિતાના જ શરીરના અવયવે જેમકે પડછભ, ગલકંબલ, ગલવૃંદ (કંઠમાળ), લંબક-સેલી, ચરદાંત વિગેરે શરીરમાં વધવાના કારણે જીવને પીડા-દર્દ થાય તે ઉપઘાતનામકર્મ. પરાઘાત - જે કર્મના ઉદયથી જીવ તેજસ્વી, જેવા માત્રથી અથવા વાણીની કુશળતાએ રાજસભામાં ગયે હોય તે ત્યાં રહેલા સભ્યોને ક્ષોભ પમાડી શકે તથા પ્રતિપક્ષનો પ્રતિઘાત કરી શકે તે પરાઘાતનામકર્મ. આનપૂવ - ફર્પર એટલે કોણી, લાંગલ એટલે પૂંછડી ગોમૂત્રિકાકાર, ગાયના પેશાબના ધાર જેવી અનુક્રમે બે-ત્રણ–ચાર સમય પ્રમાણની વિગ્રહગતિ એટલે વળાંક વડે ભવાંતરમાં ઉત્પત્તિસ્થાને જતા જીવની અનુશ્રેણીનું નિયમન કરનાર જે ગમન પરિપાટી તે આનુપૂર્વી. નરકગતિની સાથે રહેનારની સહચારી તે નરકાનૂપૂર્વી. એનું સહચારીપણું તે વખતે જ ભોગવાતી હોવાથી છે. એ પ્રમાણે તિર્યચ, મનુષ્ય અને દેવાનુપૂર્વીમાં પણ જાણવું. ઉચ્છવાસ - જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-નિશ્વાસ લબ્ધિ આત્માને મળે તે ઉચ્છવાસનામકર્મ. પ્રશ્ન -બધી લબ્ધિઓ ક્ષાપશમિકભાવની હોય છે તે પછી ઔદયિકભાવે લબ્ધિ શી રીતે હોય? ઉત્તર – એ પ્રમાણે નથી. કારણ કે વૈક્રિય, આહારક લબ્ધિઓ પણ કયિકભાવે સંભવે. અહીં વિર્યાતરાયનો ક્ષયોપશમ નિમિત્તરૂપે હોવા છતાં પણ દયિકભામાં ક્ષાયોપથમિકનો વ્યપદેશ કરવામાં વિરોધ આવતો નથી. પ્રશ્ન:- જે ઉચ્છવાસ નામકર્મના ઉદયથી શ્વાસોશ્વાસ હેય, તે પછી ઉચ્છવાસ પર્યાપ્તિ નામની શી જરૂર છે? ઉત્તરઃ- શ્વાસેચ્છવાસ નામકર્મથી શ્વાસોશ્વાસ લેવા અને છોડવા વિષયક લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિ ઉચ્છવાસ પર્યાપ્તિ વગર પોતાનું ફળ સાધી કાર્ય કરી શકતી નથી. બાણ ફેંકવાની શક્તિ હોય છતાં પણ ધનુષ લીધા વગર બાણુ ફેંકી શકાય નહીં. માટે ઉચ્છવાસલબ્ધિને કાર્યાન્વિત કરવા માટે ઉશ્વાસપર્યાપ્તિ નામની જરૂર છે. એ પ્રમાણે બીજા વિષયમાં પણ ભિન્ન વિષયપણું યથાયોગ્યરૂપે સૂકમબુદ્ધિપૂર્વક વિચારવું. , આતપ:- જે કર્મના ઉદયથી જીવનું શરીર સ્વરૂપે અનુણ એટલે ઠંડું હેવા છતાં પણ ગરમ પ્રકાશરૂપ આતપ એટલે તાપ કરે તે આતપનામકર્મ. આ કમને
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy