SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ ૨૧૬. આઠ કર્મ કેવળ એટલે જાણવા જેગ્ય પદાર્થ અનંત હોવાથી અનંત. કેવળ એ જ જ્ઞાન તે કેવળજ્ઞાન. તેને આવરનાર જે કર્મ તે કેવળજ્ઞાનાવરણ... અહીં જે ચાર મતિજ્ઞાન વિગેરે આવરણ છે, તે દેશઘાતિ છે. કારણ કે કેવળજ્ઞાનાવરણ સિવાયના જ્ઞાન દેશઘાતિ છે. અને કેવળજ્ઞાનાવરણ સર્વ ઘાત છે. આ મતિજ્ઞાનાવરણ વિગેરે પાંચ જ્ઞાનાવરણકર્મની ઉત્તરપ્રકૃતિઓ છે. તે ઉત્તરપ્રકૃતિવડે બનેલ સામાન્યરૂપે જ્ઞાનાવરણ મૂલપ્રકૃતિ છે. જેમ પાંચ આંગળી વડે બનેલ મુઠી કહેવાય છે. ઘી, ગોળ, લોટ વિગેરે વડે બનેલ લાડુ કહેવાય, એ પ્રમાણે આગળની પ્રકૃતિઓમાં પણ વિચારી લેવું. દશનાવરણ કમ ચક્ષુદર્શનાવરણ – બે આંખો વડે સામાન્ય જ્ઞાનરૂપ જે દર્શન તે નયનદર્શન. તેને આવરનાર જે કર્મ, તે ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ - ઈતર એટલે ચક્ષુ સિવાયની બાકીની ઈદ્રિય અને મનવડે જે દર્શન તે ઈતર એટલે અચક્ષુ દર્શન. તે–તે આવનાર જે કર્મ તે અચક્ષુદર્શનાવરણ. અવધિદશનાવરણ- અવધિ એ જ દર્શન તે અવધિદર્શન. તેને આવનાર જે કર્મ તે–તે અવધિદર્શનાવરણ કેવળદશનાવરણ કેવળ એ જ દશન તે કેવલદર્શન. તેને આવરનાર જે કર્મ તે કેવળદર્શનાવરણ. ' નિદ્રા – દ્રા ધાતુ કુત્સિતગતિ અર્થમાં છે. જેના વડે ચૈતન્ય કુત્સિત નિંદિતભાવને અસ્પષ્ટભાવને નિયતપણે પામે તે નિદ્રા. ચપટી વગાડવા માત્રથી જ જે સુખપૂર્વક જાગી જાય-જવાય એવી ઊંઘની અવસ્થા, તે નિદ્રા. “કારણમાં કાર્યને ઉપચાર ” એ ન્યાયે નિદ્રાના વિપાકના ભગવટામાં કારણરૂપ જે કર્મ પ્રકૃતિ હોય છે, તે પણ નિદ્રા કહેવાય છે. પ્રચલા – બેઠા-બેઠા અથવા ઉભા-ઉભા જે ઊંઘ લે એવી રીતે સૂવે તે પ્રચલા. જે પ્રકૃતિ બેઠા-બેઠા અથવા ઉભા-ઉભા ઊંઘવારૂપ વિપાક દ્વારા ભગવાય તે પ્રચલા. નિદ્રા-નિદ્રા - નિદ્રાથી વધુ પડતી જે નિદ્રા તે નિદ્રા-નિદ્રા. જે ઊંઘમાંથી દુખપૂર્વક જાગી શકાય તે નિદ્રા-નિદ્રા. આ ઊંઘમાં ચેતનતા અત્યંત અપ્રગટ હોવાથી ઘણું ઢઢળવા વિગેરે દ્વારા જાગી શકાય છે. આ જ સુખ-પ્રબંધ નિદ્રા કરતા નિદ્રાનિદ્રાનું વિશેષપણું છે. અતિશાયિપણું છે. નિદ્રા-નિદ્રારૂપ વિપાકના ભગવટામાં કારણરૂપ પ્રકૃતિ પણ નિદ્રા-નિદ્રા કહેવાય. પ્રચલા-પ્રચલા - પ્રલાથી અધિક વિશેષ જે નિદ્રા, તે પ્રચલા-પ્રચલા. જે નિદ્રામાં ચાલવા વિગેરે ક્રિયાઓ કરતા પણ ઊંઘ આવે, તે પ્રચલા-પ્રચલા. આમાં સ્થાન પર રહીને ઊંધનારા બેઠા-બેઠા કે ઉભાઉભા સૂનાર પ્રચલા નિદ્રાવાળાની અપેક્ષાએ ચાલવા વિગેરે ક્રિયા કરતાં-કરતાં ઊંઘવું એ વિશેષતા છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy