SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ ૨૧૫ આઠ કર્મ ૧. નરકગતિ, ૨. તિર્યંચગતિ, ૩. મનુષ્યગતિ, ૪. દેવગતિ–એમ ચાર પ્રકારે ગતિનામ. ૨. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય-એમ પાંચ પ્રકારે જાતિનામ. ૩. ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, કામણ-એમ પાંચ પ્રકારે શરીરનામ. ૪. ઔદારિક, વૈક્રિય, આહારક-એમ ત્રણ પ્રકારે અંગે પાંગનામ. ૫. વજઋષભનારા, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને છેવટું -એમ છ પ્રકારે સંઘયણનામ. ૬. સમચતુરસ, ન્યધ પરિમંડલ, સાદિ, વામન, કુજ અને હુંક–એમ છ પ્રકારે સંસ્થાનનામ. ૭. વર્ણ, ગંધ, રસ, પર્શ-એમ ચાર પ્રકારે વર્ણ ચતુષ્ક તથા ૮. અગુરુલઘુ, ૯. ઉપઘાત, ૧૦. પરાઘાત. ૧૧. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાનુપૂર્વીના ભેદે આનુપૂર્વનામ ચાર પ્રકારે. ૧૨. ઉચ્છવાસ, ૧૩. આતપ, ૧૪. ઉદ્યોત, ૧૫. શુભ-અશુભ વિહાગતિ ત્રણ વિગેરે વિશ એટલે ત્રણ-સ્થાવરથી યશકીર્તિ અને અપયશકીર્તિનામ સુધી તથા નિર્માણ નામ-આ પ્રકૃતિઓના તીર્થંકરનામ સાથે ગણતા સડસઠ ભેદ થાય છે. બંધ-ઉદયને આશ્રયી નામકર્મની આ જ ઉત્તરપ્રકૃતિએ લેવાય છે. તથા બાકીના સાત કર્મની તેપન (૫૩) પ્રકૃતિઓ સમક્તિ અને મિશ્રમેહનીય વિના જાણવી. બંધની વિચારણામાં દર્શનમોહનીયની ઉત્તર પ્રકૃતિ જે સમકિત મેહનીય અને મિશ્રમોહનીયને ગણતા નથી. કારણ કે તે બે પ્રકૃતિએને બંધ હોતું નથી. પણ મિથ્યાત્વ મેહનીયના પુગલે જ તેવા પ્રકારની વિશુદ્ધિના કારણે સમકિત મેહરૂપે, મિશ્રમેહરૂપે પરિણમે છે. આ પ્રમાણે સડસઠ નામકર્મના ભેદો તથા તેમ્પન બાકીના કર્મોના ભેદ (૬૭ + ૫૩ = ૧૨૦) એ બંને મેળવતા એક વીસ ભેદ થાય છે એમ જાણવું. પ્રશ્ન:- આગળ કહેલ બેંતાલીસ ઉત્તરપ્રકૃતિમાં જે બંધન અને સંઘાતન નામ કહ્યા હતા તે સડસઠ ભેદોમાં કેમ ન ગણ્યા ? ઉત્તર – બંધન અને સંઘાતન નામને શરીરનામકર્મમાં સમાવેશ કરી લીધો હેવાથી સડસઠ ભેદની વિચારણામાં એ અલગ નથી ગણ્યા. તથા સત્તાની પ્રકૃતિઓની વિચારણામાં નામકર્મ તાણું (૯૩) અને મતાંતરે એકસે ત્રણ (૧૦૩) પ્રકૃતિઓ ગણાય છે. (૧૨૬૭ થી ૧૨૭૧). હવે કમસર ગાણું તથા એકસે ત્રણ પ્રકૃતિઓ કહે છે. बंधणभेया पंच उ संघायावि य हवनि पंचेव ।। पण वन्ना दो गंधा पंच रसा अट्ठ कासा य ॥१२७२॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy