SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હવે ભવ્યત્વ-અભવ્યત્વનું લક્ષણ વૃદ્ધો આ પ્રમાણે કહે છે – જેઓ સંસારના વિપક્ષરૂપ મોક્ષને માને અને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા–પૃહાપૂર્વક ધારી રાખે તથા હું ભવ્ય છું કે અભવ્ય છે? જે ભવ્ય હેઉ તે સારું અભવ્ય હેઉ તે મને ધિકાર છે વિગેરે વિચાર જેને કયારે પણ થાય વિગેરે ચિહ્નોથી જીવ “ભવ્ય ” છે એ પ્રમાણે જાણી શકાય. જેને ક્યારે પણ આવા પ્રકારના વિચારો ઉત્પન્ન થયા નથી. થતા નથી અને થશે નહીં, તેને અભવ્ય જાણુ. આચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે. “અમચદ્દેિ મથામવ્ય શાયા કમાવાન્ ” અભવ્યને જ ભવ્ય છું કે અભવ્ય છું-એવી શંકા થાય નહિ. સંસારમાં રહેલા આ એક છેતાલીસ (૧૪૬) પ્રકારના જીવને પિતાના આત્માની જેમ શિવસુખને ઇચ્છનારા એ પાળવા જોઈએ એટલે રક્ષા કરવી જોઈએ. (૧૨૪૬-૧૨૪૭) सिरिअम्मएवमुणिवइ विणेयसिरिनेमिचंदसूरीहिं । सपरहियत्थं रइयं कुलयमिणं जीवसंखाए ॥१२४८॥ શ્રી આમ્રદેવસૂરિજી મ. ના શિષ્ય શ્રી નેમિચંદ્રસૂરિ મહારાજે પોતાને યાદ રહે અને ભૂલાય નહીં તે માટે તથા બીજા જીવોના બેધ માટે એમ પોતાના અને બીજાના હિત માટે જીવ સંખ્યા પ્રતિપાદકરૂપકુલક એટલે ગાથા સમૂહની રચના કરી છે. (૧૨૪૮) ૨૧૫. આઠ કમ पढम नाणावरणं १ बीयं पुण दंसणस्स आवरणं २ । तइयं च वेयणीयं ३ तहा चउत्थं च मोहणीयं ४॥१२४९॥ पंचममाउं ५ गोयं ६ छटुं सत्तमगमंतराय मिह ७ । बहुतमपयडित्तेणं भणामि अट्ठमपए नाम ८ ॥१२५०॥ પહેલું જ્ઞાનાવરણુ, બીજુ દશનાવરણ, ત્રીજુ વેદનીય, શું મોહનીય, પાંચમું આયુષ્ય, છટકું ગોત્ર, સાતમું અંતરાય, ઘણી ઉત્તર પ્રકૃતિવાળું આઠમું નામકર્મ કહું છું, પ્રથમ જ્ઞાનાવરણ, બીજુ દર્શનાવરણ, ત્રીજું વેદનીય, ચોથું મોહનીય, પાંચમું આયુષ્ય, છઠું ગોત્ર, સાતમું અંતરાયઘણું ઉત્તર પ્રકૃતિ હોવાથી અને ઘણું વક્તવ્ય હેવાના કારણે આઠમા સ્થાને નામકર્મ હું કહું છું. બીજા ગ્રંથમાં આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય આ પ્રમાણેને ક્રમ કહ્યો છે. જ્યારે અહીં ઘણું પ્રકૃતિ હોવાથી છેલ્લે નામકર્મ કહ્યું છે...
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy