SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮, પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને અનંત (સાધારણ) વનસ્પતિકાય એ પાંચને સૂકમ અને બાદર ભેદે ગણતા દસ ભેદ થાય છે. આ દસ ભેદ તથા પ્રત્યેક વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેંદ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય-આ બધાને મેળવતા કુલ્લે સેળ ભેદો થાય. આ સેળભેદોને પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે ગણતા બત્રીસ ભેદ થાય છે. આની વિચારણું આ પ્રમાણે છે. સૂમપૃથ્વીકાય, બાદરપૃથ્વીકાય એમ બે પ્રકાર છે. એ બને પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાય અને અપર્યાપ્ત સૂક્ષમપૃથ્વીકાય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, બાદર પૃથ્વીકાય-એમ ચાર પ્રકારે પૃથ્વીકાય છે. આ પ્રમાણે અષ્કાય, અગ્નિકાય, વાયુકાયના પણ ચાર ભેદ જાણવા. સાધારણવનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય-એમ બે પ્રકારે વનસ્પતિકાય છે. તેમાં સાધારણવનસ્પતિકાય સૂક્ષમ અને બાદર એમ-બે પ્રકારે છે. આ બંને ભેદે પણ પર્યાપ્ત-અપર્યાપ્ત એમ બે પ્રકારે ગણતા સાધારણવનસ્પતિકાયના ચાર ભેદ તથા પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ બે ભેદો ગણતા વનસ્પતિકાયના કુલે છે ભેદ થાય છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચારે દ્રિય, સંજ્ઞિપંચેન્દ્રિય, અસંઝિપંચેન્દ્રિય એ દરેકના પર્યાપ્તઅપર્યાપ્ત એમ બે-બે ભેદો ગણતા કુલ્લે બત્રીસ ભેદો જીવના થાય. (૧૨૪૩) तह नरयभवणवणजोइकप्पगेवेज्जऽणुत्तरूप्पन्ना । सत्तदसऽडपणवारस नवपणछप्पन्नवेउव्वा ॥१२४४॥ हुँति अडवन्न संखा ते नरतेरिच्छसंगया सव्वे । अपजत्तपजत्तेहिं सोलसुत्तरसयं तेहिं ॥१२४५॥ સાત નરક, દસ ભવનપતિ, આઠે વ્યંતર, પાંચ જ્યોતિષ, બાર દેવલોક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો છે તેના આ પ્રમાણે છપ્પન વક્રિય શરીરના ભેદ થયા. તેમાં મનુષ્ય અને તિય" ઉમેરતા કુલ્લે અઠ્ઠાવન ભેદ થાય છે. એના અપર્યાપ્ત-પર્યાપ્ત ભેદે ગણુતા એકસો સેલ જીવના ભેદે થાય છે. સાત નરક, દસ ભવનપતિ, આઠ વનચર એટલે વ્યંતર, પાંચ તિષી, બાર કલ્પ એટલે દેવલોક, નવગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પનન થયેલા વૈક્રિય શરીરવાળા જીવોના આ પ્રમાણે છપ્પન ભેદ થયા. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. રત્નપ્રભા વિગેરે સાત પૃથવીમાં રહેતા હોવાથી નારકે સાત પ્રકારે છે. અસુરકુમાર વિગેરે દસ પ્રકારે ભવનપતિઓ છે. પિશાચ વિગેરે આઠ પ્રકારે વ્યંતરો છે. ચંદ્ર વિગેરે પાંચ પ્રકારે જ્યોતિષીઓ છે. સૌધર્મ વિગેરે બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલ હોવાથી બાર પ્રકારના કપન્ન દે છે. અધસ્તન અધસ્તન વિગેરે નવ પ્રકારના રૈવેયકમાં રહેતા હોવાથી નવ પ્રકારના રૈવેયક. વિજય વિગેરે પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હોવાથી પાંચ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy