SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૪. સંવેદજ એટલે પરસેવાથી ઉત્પન્ન થયેલા તે સંવેદજ. જેમકે માંકડ, જ, શતપદી, કાનખજુરા વિગેરે. ૫. પિત એટલે વસ્ત્ર. વસ્ત્રની જેમ બેહસ્થથી ઉત્પન્ન થયેલ એટલે જરાયુથી વીંટળાયા વગર ઉત્પન્ન થનારા તે પિતજ. જેમકે હાથી, વાગોર, ચામાચીડીયા, જળો વિગેરે. ૬. સંમૂછિમ એટલે સંપૂરઈનવડે થયેલ તે સંમૂછિમ. જેમકે કરમીયા, કડી, માખી, શાલિકા વિગેરે. . ૭. ઉદ્દભેદજ એટલે ભૂમિભેદથી થયેલા તે ઉદ્દભેદજ. પતંગીયા, ખંજનક વિગેરે. ૮. ઉપપાત એટલે દેવશય્યા વિગેરેમાં થનારા પપાતિક જેમકે દેવે અને નારકે. (૧૨૩૬) पुढवाइ पंच बित्तिचउपणिदि ४ जुत्ता य नवविहा ९ हुंति । • नारय नपुंस तिरिनरतिवेय सुरथीपुमेवं वा ॥१२३७॥ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય–એ પાંચ તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિંદ્રિય, પંચેન્દ્રિય એ બધા મળી નવ પ્રકારે જીવો થાય છે. અથવા નારકે નપુંસકરૂપે એક પ્રકારે છે. તિર્યા અને મનુષ્ય સ્ત્રી-પુરુષ અને નપુસકભેદે ત્રણ ત્રણ વેદના પ્રકારે છે. અને દે, સ્ત્રી અને પુરુષ એમ બે પ્રકારે. એટલે નારકેને એક પ્રકાર, મનુષ્યના ત્રણ પ્રકાર, તિયાના ત્રણ પ્રકાર તથા દેવોના બે પ્રકાર–એમ નવ પ્રકારે છે થાય છે. (૧૨૩૭) पुढवाइ अट्ठ असन्नि सनि दस ते ससिद्ध इगदसउ ११ । पुढवाइयातसंता अपजपज्जत्त बारसहा ॥१२३८॥ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિયએમ આઠ તથા અસંસી, સંજ્ઞીપંચેન્દ્રિય-એમ બે મળી કુલ દસ પ્રકારે જીવે છે. આ જ દસ પ્રકારને સિદ્ધ સહિત ગણતા અગ્યાર પ્રકારે જ થાય છે. તથા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એ છ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે-બે ભેદ દરેકના ગણતા બાર પ્રકારે જ થાય છે. (૧૨૩૮) बारसवि अतणुजुत्ता तेरस सुहुमियरेगिदि बेइंदी । तिय चउ असन्नि सन्नी अपज्ज पज्जत चउदसहा ॥१२३९॥ ઉપરોક્ત બાર ભેદમાં શરીર રહિત સિદ્ધોને ગણતા તેર ભેદે થાય છે. તથા સૂકમએકેન્દ્રિય, બાદરએકેન્દ્રિય એમ બે પ્રકારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચીરંદ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય-એમ બે પ્રકારે પંચેન્દ્રિય બધા મળી સાત
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy