SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩. નવનિધિ ૫. મહાપદ્મનિધિ : वत्थाण य उप्पत्ती निप्फती चेव सव्वभत्तीणं ।। रंगाण य धाऊण य सव्वा एसा महापउमे ॥१२२३॥ બધાયે વસ્ત્રોની જે ઉત્પત્તિ તથા બધાયે વસ્ત્રોમાં રહેલી જે રચના વિશેષ અને મંજિષ્ઠ, કિરમજી, કુટુંબ વિગેરે રંગની. લેટું, તાંબુ વિગેરે ધાતુઓની બધી વિધિ આ મહાપવનિધિમાં કહી છે. બધાયે વસ્ત્ર વિગેરેને જોવાની વિધિ પણ આ નિધિમાં કહી છે. (૧૨૨૩) ૬. કાલનિધિ :काले कालनाणं भव्य पुराण च तिसुवि वंसेसु । सिप्पसयं कम्माणि य तिनि पयाए हियकराई ॥१२२४॥ કાલ નામના નિધિમાં કાળ, જ્ઞાન, ત્રણે વંશમાં જે ભવ્ય એટલે ભવિષ્યકાળ તથા પુરાણું એટલે ભૂતકાળ હોય તે તથા પ્રજાને હિતકારી છે શિ૯૫ અને કર્મો ત્રણ પ્રકારે કહ્યા છે. કાળ નામના નિધિમાં સમસ્ત તિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન કહ્યું છે. જગતમાં ત્રણ વંશે છે. વંશ એટલે પરંપરા, પ્રવાહ, આવલિકા આ બધા પર્યાયવાચી શબ્દો છે. તે ત્રણ વશે, તીર્થકરને વંશ, ચકવર્તીને વંશ, બળદેવ-વાસુદેવનો વંશ. તે વંશમાં જે ભાવ્ય એટલે ભવિષ્યકાળ તથા જે પુરાણ એટલે ભૂતકાળ અને ઉપલક્ષણથી વર્તમાન કાળમાં જે પુરુષ થયા તે કહેવા અથવા તિહુ વિવારેસું એ પ્રમાણેના પાઠ મુજબ ભવિષ્યકાલિન વસ્તુ વિષયક અને ભૂતકાલિન વસ્તુ વિષયક કાલજ્ઞાન ભવિષ્યના તેમજ ભૂતકાળના ત્રણ વર્ષ વિષયક કાળજ્ઞાન. કઈ જગ્યાએ માત્ર પુરા = તિ, વિ #ા એ પાઠ મુજબ વર્તમાનકાળ. ભૂતકાળ, ભવિષ્યકાળ એ ત્રણે કાળ વિષયક ભવ્ય એટલે શુભકાળ અને પુરાણ એટલે અશુભકાળનું જ્ઞાન. સે શિલ જે ઘડાવિષયક, લુહારવિષયક, ચિત્રવિષયક, વસ્ત્રવિષયક અને હજામવિષયક–એમ પાંચ શિલ્પ છે. આ દરેકના વીસ-વીસ ભેદ ગણતા સે ભેદ શિપના થાય, ખેતી-વેપાર વિગેરે જઘન્ય, મધ્યમ–ઉત્કૃષ્ટ ભેદે ત્રણ પ્રકારના કર્મો પ્રજાને હિતકારી છે. તે બધાયે આ નિધિમાં કહ્યા છે. (૧૨૨૪) ૭. મહાકાલનિધિ : लोहस्स य उप्पत्ती होइ महाकाल आगराणं च । रुप्पस्स सुवण्णस्स य मणिमोत्तियसिलपवालाणं ॥१२२५॥ .
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy