SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬. ત્રણ ત્રેસઠ પાખંડીઓ ૨૮૯ ઉત્તર – યદચ્છાવાદીઓ ભાવે એટલે પદાર્થોના કાર્ય–કારણ ભાવને અમુક નિયત સંતાન એટલે પરંપરાની અપેક્ષાએ સ્વીકારતા નથી. એટલે માનતા નથી. પરંતુ યદચ્છા વડે એટલે એમને એમ થવાનું માને છે. તથા તેઓ એમ કહે છે “ વસ્તુઓને અમુક નિયત કઈ કાર્ય–કારણ ભાવ નથી કારણ કે, તથા પ્રકારના પ્રમાણને અભાવ હોવાથી, જેમકે દેડકો જેમ દેડકાથી ઉત્પન્ન થાય છે. તેમ ગોમય એટલે છાણ (કાદવ)માંથી પણ ઉત્પન્ન થાય છે. અગ્નિ અગ્નિમાંથી પેદા થાય છે. તેમ અરણિના લાકડામાંથી પણ પેદા થાય છે. ધૂમાડે ધૂમાડાથી ઉત્પન્ન થાય છે. તેમ અગ્નિ ઇંધનના સંગથી પણ થાય છે. કદલી એટલે કેળા કંદમાંથી પેદા થાય છે. તેમ કેળાનાં બીજમાંથી પણ થાય છે. વડ વગેરે પણ બીજમાંથી પેદા થાય છે. તેમ ડાળીના એક ભાગ એટલે કલમથી પણ પેદા થાય છે. તેથી ક્યારે પણ અમુક નિયત કાર્યકારણભાવ હોતા નથી. પરંતુ યદચ્છાથી ક્યારેક કંઈક થાય છે. એમ માનવું. નહીં તે વસ્તુના સદ્દભાવને અન્ય સ્વરૂપે જોતા બુદ્ધિમાને પોતે પોતાના આત્માને ફલેશ પમાડે છે. આ બાર ભાંગાએ જીવપદના પ્રાપ્ત થયા. એ પ્રમાણે અજીવ વગેરે છ પદ્યમાં દરેકના બાર બાર ભાંગાઓ થાય છે. આથી બારને સાતે ગુણતા બધા મળી ચેર્યાસી ભાંગાઓ અક્રિયાવાદીના થયા. (૧૧૯૬-૧૧૯૮) હવે અજ્ઞાનીઓના સડસઠ (૬૭) ભેદો લાવવાની રીત કહે છે. અજ્ઞાનવાદીઓના ભેદો संत १ मसंत २ संतासंत ३ मवत्तव्य ४ सयअवत्तव्व ५। असयअवत्तव्यं ६ सयसयवत्तव्यं ७ च सत्त पया ॥११९९॥ जीवाइनवपयाणं अहोकमेण इमाई ठविऊणं । जह कीरइ अहिलावो तह साहिज्जइ निसामेह ॥१२००॥ ૧. સત્વ, ર, અસત્ત્વ, ૩. સરવાસ, ૪, અવક્તવ્ય, ૫. સત્ • અવક્તવ્ય, ૬. અસત્ અવક્તવ્ય, ૭. સત્ અસત્ અવક્તવ્ય-એ સાત પદો છે. એ સાતે પદેને જીવ વગેરે નવ પદેની નીચે યથાક્રમે સ્થાપવા અને જે પ્રમાણે એને અભિલાપ કરાય છે અને બોલાય છે તે સાંભળે. ૧. સત્વ, ૨. અસવ, ૩. સત્તાસત્તવ, ૪. અવક્તવ્ય, ૫. સત્અવક્તવ્ય, ૬. અસત્ અવક્તવ્ય, ૭. સત્ અસત્ અવક્તવ્ય-એ સાત પદ અથવા ભાંગા થાય છે. તેમાં ૧. સર્વ એટલે સ્વરૂપે વિદ્યમાન પણું. ૨. અસવ એટલે પરરૂપે અવિદ્યમાનપણું. ૩૭
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy