SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ત્રણસો ત્રેંસઠ પાખ‘ડી .૨૯૫ ભાંગાઓને આ બે પરતઃથી એ પદ્મવાળા બે ભાંગા સાથે મેળવતા ચાર ભાંગા થાય છે. આ ચાર ભાંગા કાળપદના થયા. આ પ્રમાણે સ્વભાવ, નિયતિ, ઈશ્વર, આત્મપદ એ દરેકના ચાર ચાર વિકલ્પા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે સ્વભાવવાદી :– ૧. જીત્ર છે. સ્વથી છે. નિત્ય છે. સ્વભાવથી છે. ૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. સ્વભાવથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. સ્વભાવથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. સ્વભાવથી છે. તે સ્વભાવવાદીઓ આ પ્રમાણે કહે છે. આ જગતમાં બધાયે ભાવા-પદાર્થો સ્વભાવના વશથી ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે :- માટીમાંથી ઘડા થાય છે. વસ્ત્ર વગેરે નહીં. તંતુ દારામાંથી વજ્ર ઉત્પન્ન થાય છે. ઘડા વગેરે નહીં. અને આ પ્રમાણે જે અમુક નક્કી થવાપણું હોય છે તે તથાસ્વભાવ, વગર થતુ નથી. માટે આખું' જગત સ્વભાવકૃત જાણવુ' અને વળી ખીજા કાર્યાના સમૂહ તા દૂર રહા, અહીં મગ વગેરે રંધાવાનું પણ સ્વભાવ વગર થઈ શકતું નથી. જેમ થાળી ઇંધન કાળ વગેરે બધીયે સામગ્રી હાવા છતાં પણ કાયડું મગ રૂંધાતું નથી. એમ જણાય છે. તેથી જે વસ્તુ જે ભાવ હોવાથી થાય છે, અને જે (ભાવ) ન હેાવાથી જે વસ્તુ થતી નથી. તે અન્વયવ્યતિરેકવ્યાપ્તિને અનુસરનાર તે જે કરાયું તે સ્વભાવકૃત મગનું પાકવું વગેરે મનાય છે. તેથી આ આખા જગતમાં ઉત્પન્ન થયેલ પદાર્થો સ્વભાવથી ઉત્પન્ન થાય છે. એમ જાણવુ, --: નિયતિવાદી:– :- ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. નિયતિથી છે. ૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. નિયતિથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. નિયતિથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. નિયતિથી છે. નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે. નિયતિ એ ખરેખર બીજું તત્ત્વ છે. જેનાથી આ સર્વે પદાર્થો નિયત સ્વરૂપે જ ઉત્પન્ન થાય છે. બીજા રૂપે નહીં, જ્યારે જે જેનાથી થાય છે. ત્યારે તે તેનાથી જ એટલે નિયતરૂપથી જ થતું મળે છે. એમ ન હોય તા કાર્યકારણુભાવની વ્યવસ્થા અને અમુક નક્કી રૂપની વ્યવસ્થા ન રહે. કારણ કે નિયામકના અભાવ હોવાથી. માટે આ પ્રમાણે કાર્ય નિયતતાથી જણાતી આ નિતિનું નિરાકરણ કરવા ( અપલાપ કરવા ) કાણુ સમર્થ થાય ? તથા કહ્યું છે કે, જે બધા ભાવા નિયતરૂપે જ થાય છે. તે તેના સ્વરૂપના અનુભેદથી ( અનુવેધથી ) નિયતિથી જ થાય છે. જયારે જે જેનાથી થાય છે તે ત્યારે તેનાથી જ થાય.’ એમ ન્યાયથી જે નિયતપણે થાય છે. તેને બાષિત કરવા કાણુ સમર્થ છે. ? (૨)’
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy