SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨. દેવેની ગતિ ૨૭૩ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન દેવોનો ઉત્કૃષ્ટ ઉદ્દવર્તન વિરહાકાળ વીસ મુહૂર્ત છે. સનતકુમારમાં નવ દિવસ વીસ મુહૂર્ત, મહેન્દ્રમાં બાર દિવસ દસ મુહૂર્ત, બ્રહ્મલોકમાં સાડી બાવીસ દિવસ, લાંતકમાં પીસ્તાલીસ દિવસ, મહાશુકમાં એંસી દિવસ, સહસારમાં સે દિવસ, આનત પ્રાણતમાં સંખ્યાતા મહિનાઓ, આરણ અશ્રુતમાં સંખ્યાતા વર્ષો, અધસ્તન વેયકત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ, મધ્યમ શ્રેયકત્રિકમાં સંખ્યાતા હજાર વર્ષ અને ઉપરિતન ઐયકત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષો. વિજય વગેરે ચાર અનુત્તરમાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ, સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમને સંખ્યાતમે ભાગ ઉત્કૃષ્ટથી ઉદ્દવર્તના વિરહમાળ છે. જઘન્યથી બધાને ઉદ્દવર્તન વિરહકાળ એક સમયનો જાણ. (૧૧૭૨) ૨૦૧. ઉપપાત અને ઉવર્તનાની સંખ્યા एको व दो व तिन्नि व संखमसंखा य एगसमएणं । उववज्जंतेवइया उव्वटुंतावि एमेव ॥११७३।। ભવનપતિ વગેરે દરેકમાં એક સમયમાં જઘન્યથી એક, બે, ત્રણ જીવ ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ફકત સહસ્ત્રારથી ઉપરના દેવલોકમાં સંખ્યાતા જ કહેવા અસંખ્યાતા નહીં કારણ કે સહસારથી ઉપરના દેવોમાં મનુષ્ય જ ઉત્પન્ન થાય છે, તિર્યચે નહીં. અને મનુષ્ય સંખ્યાતા જ કહ્યા છે. એ પ્રમાણે મરણ પામનારા એટલે ભવનપતિ, વ્યંતર વગેરેમાંથી જીવ ચવે છે. તે જઘન્યથી એક, બે અથવા ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા સહસ્ત્રાર સુધીના દેવ ચ્યવે છે. સહસ્ત્રાર કલ્પથી આગળના દેવે સંખ્યાતા જ ઉત્કૃષ્ટથી એવે છે. કારણ કે આનત વગેરેથી ઍવેલા છ મનુષ્યમાં જ આવે છે. તિર્યમાં જતા નથી. અને મનુષ્ય સંખ્યાતા જ છે. (૧૧૭૩) ૨૦૨ દેવેની ગતિ पुढवीआउवणस्सइ गम्भे पज्जत्तसंखजीवीसुं । सग्गच्चुयाण वासो सेसा पडिसेहिया ठाणा ॥११७४॥ સ્વર્ગથી એટલે દેવોની ઉત્પત્તિ સ્થાનથી ચવેલા સામાન્યથી ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિકદેને વાસ એટલે ઉત્પત્તિ, પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાયમાં તથા ગર્ભજ પર્યાયી સંખ્યાતવર્ષાયુ તિર્યંચ મનુષ્યમાં થાય છે. આ સિવાયના બીજા ૩૫
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy