SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ - પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ વૈમાનિક :- . . . કોપન અને કપાતીત એમ બે પ્રકારે વૈમાનિક છે કલ્પ એટલે આચાર. તે આચાર અહીં ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિશત વગેરે વ્યવસ્થારૂપ જાણવો. તે ક૯પયુક્ત જે હોય, તે કપેપન્ન અને કલ્પરહિત હોય, તે કલ્પાતીત. કપન દેવે બાર પ્રકારે છે. તે આ પ્રમાણેસૌધર્મ દેવલેટમાં રહેનારા સૈધર્મ દેવે કહેવાય. ઈશાનદેવલોકમાં રહેનાર ઈશાનદેવે કહેવાય. એમ આગળ બધે વિચારી લેવું. જેમ તારવ્યાત તદુપરા એટલે જ્યાં રહેતા હોય તે તે રૂપે કહેવાય. દા.ત. પંચાલદેશમાં રહેનારા પાંચાલ કહેવાય છે. એ પ્રમાણે બાર દેવોંકના દે ૧. સૈધર્મ, ૨. ઈશાન, ૩. સનતકુમાર, ૪. માહેદ્ર, પ. બ્રહ્મદેવલેક, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ, ૧૨. અશ્રુત. કલ્પાતીત દેવે ગ્રેવેયક અને અનુત્તરવાસી એમ બે પ્રકારે છે. તે બધાયે અહર્મિો છે. તેમાં વેયક એટલે લેક પુરુષાકારના ગ્રીવા એટલે ડેકના ભાગે જેમના વિમાને રહેલા છે. તે રૈવેયક નવ પ્રકારે છે. ૧: સુદર્શન, ૨. સુપ્રબુદ્ધ, ૩. મનોરમ, ૪. વિશાલ, પ. સર્વતોભદ્ર, ૬. સુમન, ૭. સૌમનસ, ૮, પ્રીતિકર, ૯. આદિત્ય. જેમનાથી ઉત્તર એટલે પ્રધાન શ્રેષ્ઠ વિમાન નથી તે અનુત્તર તે ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત અને ૫. સર્વાર્થસિદ્ધ-એ પાંચ પ્રકારે છે. આ વિમાનમાં રહેનારા દે પણ આ નામના જ કહેવાય છે. બધા મળી વૈમાનિકના છવ્વીસ ભેદ થયા. હવે મૂળભેદની અપેક્ષાએ ભવનપતિ વગેરે ચાર પ્રકારના દેવની આયુષ્યરૂપ સ્થિતિનું પ્રતિપાદન કરે છે. (૧૧૩૪-૧૧૩૭) चमरचलि सारमहियं सेसाण सुराण आउयं वोच्छं । । दाहिण दिवड्ढपलियं दो देसूणुत्तरिल्लाणं ॥११३८॥ ચમરેદ્ર અને બલીદ્રનું આયુષ્ય એક સાગરોપમ અને સાધિક સાગરોપમ છે. દક્ષિણ દિશાના દેવેનું દેઢ પલ્યોપમનું અને ઉત્તરદિશાના દેવેનું દેશેન બે પલ્યોપમ છે. ભવનપતિમાં અસુરકુમાર વગેરે દશ નિકા છે. તેમાં તે નિકાના મેરુની દક્ષિણ દિશા તરફ અને મેરુની ઉત્તરદિશા તરફએમ બે ભાગો છે. તેમાં અસુરકુમારના દક્ષિણદિશા તરફના ઈન્દ્ર ચમરેંદ્ર નામના છે અને ઉત્તરદિશા તરફના બલિદ્ર નામના ઈંદ્ર છે. ચમરેંદ્ર અને બલિંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે સાગરોપમ અને સાધિક સાગરોપમ છે. એટલે દક્ષિણ દિશાના અસુરેદ્ર ચમરનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. અને ઉત્તર દિશાના અસુરેદ્ર બલદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાધિક એક સાગરેપમ છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy