SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ વિદુર્વતા નથી. તમgોમાળા રમતુરમાળા એટલે સરખા બે ઘડાની જેમ વર્તતા એટલે ઘોડાની જેમ એક બીજા પર ચઢવાની જેમ લડતા ઢપર્વમા એટલે શેરડીના કરમીયાની જેમ ચાલતા-ચાલતા શરીરમાં ચાલે છે. પહેલી ત્રણ પૃથ્વીમાં પરમાધામી દેવે કરેલ પીડા પણ હોય છે. તેમાં ક્ષેત્રસ્વભાવથી ઉત્પન્ન થયેલ ઉણુ પીડા રત્નપ્રભા, શર્કશપ્રભા, વાલુકાપ્રભામાં હોય છે. આ નારકેની શીતાનિ પણાથી ફક્ત બરફ જેવા ઠંડા પ્રદેશરૂપ નિસ્થાનથી બીજા સ્થળની સમસ્તભૂમિ વિગેરે ખેરના અંગારાથી પણ અત્યંત તપેલી હોવાથી અત્યંત ઉષ્ણવેદનાને અનુભવ હોય છે. એ પ્રમાણે બીજી પૃથ્વીઓમાં પણ જાણવું. પંકપ્રભામાં ઘણા ઉપરના ભાગના નરકાવાસમાં ઉsણવેદના છે. નીચેના છેડા નરકાવાસમાં શીતવેદના છે. ધૂમપ્રભામાં ઘણામાં શીત અને ડામાં ઉષ્ણવેદના છે. છઠ્ઠી-સાતમી પૃથ્વીમાં ફક્ત શીતવેદના જ છે. આ બધી વેદનાઓ પણ જેમ-જેમ નીચે જઈએ તેમ-તેમ અનંતગુણ તત્ર-તીવ્રતર–તીવ્રતમ થતી જાય છે.—એમ જાણવું. પ્રવચનના જાણકારો ઉષ્ણુવેદના અને શીતવેદનાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે. જેમ ઉનાળામાં અંતિમકાળમાં મધ્યાહ્ન વખતે આકાશમાં મધ્યભાગે પ્રૌઢ પ્રતાપી સૂર્ય આવ્યું હોય અને બીલકુલ વાદળ વગરનું આકાશ હોય, જરાપણ પવન ફરતો ન હોય અને જેને ઘણો પિત્ત પ્રકોપ થયો હોય અને તડકે દૂર કરવાનું છાપરું વિગેરે કશું ન હોય. બધી તરફથી સળગતા અગ્નિની જવાળાઓથી જેનું શરીર ઘેરાયેલ છે એવા કેઈક પુરુષને એવી ઉષ્ણવેદના હોય છે. જેની સંવેદના વચનાતીત હોય છે. તેનાથી પણ ઉષ્ણવેદનાવાળી નરકમાં રહેલા નારકેને અનંતગુણ ઉષ્ણવેદના હોય છે. જે એ નારકને ઉણવેદનાવાળી નરકમાંથી ઉપાડી ભુંગળી વડે ફેંકી-ફૂંકીને સળગાવાતા ખેરના અંગારાના ઢગલાની પથારી પર સૂવડાવવામાં આવે ત્યારે તેને અમૃતથી સિંચીને ઠંડી કરેલ જાણે ન હોય તેમ અત્યંત સુખને અનુભવ કરતે આનંદિત મનવાળ થઈ ઊંઘી પણ જાય. પિષ મહામહિનાની રાત્રિમાં બિલકુલ વાદળાઓથી રહિત આકાશમાં ચારે તરફથી શરીરને ધ્રુજાવનારે પવન વાતો હોય, બરફના પહાડના શિખર પર રહ્યો હોય, ત્યાં બરફના કરા સમૂહ પોતાને અડત હોય, અગ્નિ હોય નહીં, કેઈપણ જાતનું છાપરું વિગેરે આશ્રય સ્થાન ન હોય તેવા વસ્ત્ર વગરના પુરુષને જે ઠંડીની પીડા થાય તેથી શીત વેદનાવાળા નરકમાં નારકેને અનંતગુણી વેદના છે. જે તે નારકને શીતવેદનાવાળી નરકમાંથી ઉપાડી ઉપરોક્ત પુરુષની જગ્યાએ મૂકવામાં આવે ત્યારે તે નારકોને બિસ્કુલ પવન વગરની જગ્યાની જેમ નિરૂપમ સુખ થવાથી નિદ્રાને પણ પામી જાય છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy