SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧. દસ કલપવૃક્ષ ૨૨૧ વણા વિગેરે તત કહેવાય. પડહ વિગેરે વિતત કહેવાય. કાંસી જેડા વિગેરે ઘન કહેવાય અને કાહલા વિગેરે શુષિર કહેવાય છે. ૪-૫. દીપશિખા અને જ્યોતિષિક નામના આ બે કલ્પવૃક્ષ પ્રકાશ કરે છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. જેમ અહીં તેલવાળી બળતી સુવર્ણ—મણિમય દીવી પ્રકાશ કરતી દેખાય છે. તેની જેમ સ્વાભાવિકરૂપ પરિણમેલ દીપશિખા નામના કલ્પવૃક્ષે શ્રેષ્ઠ પ્રકારના પ્રકાશવડે બધાયને પ્રકાશિત કરે છે. જ્યોતિષિક કલ્પવૃક્ષે સૂર્યમંડલની જેમ પોતાના તેજ વડે બધાને પ્રકાશિત કરતા હોય છે. ૬. ચિત્રાંગ પર અનેક પ્રકારની સરસ સુંગધવાળી જુદા-જુદા રંગની કુલની માળાઓ રૂપ હોય છે. ( ૭. યુગલિકેના ભેજન માટે ચિત્રરસ કલ્પવૃક્ષો હોય છે. આને ભાવ આ છે કે– અહીંના જેવી વિશિષ્ટ દાળ, કલમી ચેખા, શાલનક પકવાન્ન વિગેરેથી અતિ ઘણું સ્વાદિષ્ટ વગેરે ગુણયુક્ત ઈન્દ્રિય, બળ વિગેરેની પુષ્ટિના કારણરૂપ આહલાદકારી, ખાવાલાયક ભેજ્ય પદાર્થ વડે સંપૂર્ણ ફળવડે શોભતા ચિત્રરસ કલ્પવૃક્ષે રહેલાં છે. ૮. મયંગ કલ્પવૃક્ષ પર સ્વાભાવિકરૂપે પરિણમેલા કડા, કેયુર, એટલે બાજુબંધ, કુંડલ વિગેરે આભૂષણે હોય છે. ૯ ભવન એટલે ગૃહાકાર નામના કલ્પવૃક્ષ પર સ્વભાવિકરૂપે પરિણમેલા જ ભવને જે માટીના કિલ્લાથી ઢંકાયેલા, સુખે ચઢી શકાય તેવા પગથીયાની હારવાળા, વિચિત્ર ચિત્રશાળાવાળા, મેટી બારીઓ, અનેક ગુપ્ત તેમજ ખુલ્લા ઓરડાઓ, છતે વિગેરેથી અલંકૃત જુદા-જુદા પ્રકારના ઘરો હોય છે. ૧૦. અનગ્ન કલ્પવૃક્ષ પર ઘણું વિવિધ પ્રકારના વચ્ચે સ્વભાવિકરૂપે જ અતિ ઝીણું સુકુમાર, દેવદુષ્ય જેવા મહર, નિર્મલ તેજવાળા વસ્ત્ર થાય છે. (૧૦૬૮–૧૯૭૦) ૧૭૨. “નરક धम्मा १ वंसा २ सेला ३ अंजण ४ रिट्ठा ५ मघा ६ य माधवई ७ । नरयपुढवीण नामाई हुंति रयणाई गोत्ताई ॥१०७१॥ रयणप्पह १ सक्करपह २ वालुयपह ३ पंकपहभिहाणाओ ४ । धूमपह ५ तमपहाओ ६ तह महातमपहा ७ पुढवी ॥१०७२।। ધમ્મા, વંશા, સેલા, અંજના, રિટા, મઘા માઘવતી-એ નરકપૃથ્વીએના નામે છે. તથા રત્નપ્રભા વિગેરે ગાડ્યો છે. ૧. રતનપ્રભા, ૨. શર્કરાપ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪. પંકપ્રભા, ૫, ધમપ્રભા, ૬. તમ પ્રભા, ૭. તમતમ પ્રભા.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy