SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ૧૬૨ પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ હોય છે, તે નાશ ન પામ્યું હોવાથી ભૂતકાળમાં આવતું નથી અને અવિનષ્ટપણાની સમાનતાના કારણે અનાગતમાં તેને નાખતા ભૂતકાળથી ભવિષ્યકાળ સમયાધિક થાય છે. તે પછી ભૂતકાળથી ભવિષ્યકાળ અનંત ગુણે કહો છો તે તે વિરોધ કેમ ન થાય ? ઉત્તર : જેમ ભવિષ્યકાળનો અંત નથી તેમ ભૂતકાળની આદિ એટલે શરૂઆત નથી. એમ બંનેને અંત અભાવમાત્રથી તુલ્યતાની વિવક્ષા કરી છે માટે દોષ નથી. જે ભૂતકાળ અને ભવિષ્યકાળ વર્તમાન સમયમાં સમ હોય, તે સમય વીત્યા પછી અનાગતકાળ એક સમય ખૂન થશે. તે પછી બીજા વિગેરે સમયથી વધારે ઓછો થશે. એ પ્રમાણે તુલ્યપણું રહેશે નહીં માટે ભૂતકાળથી ભવિષ્યકાળ અનંત ગુણ છે એમ નક્કી થયું. આથી અનંતકાળ ગયા પછી પણ આ ભવિષ્યકાળ નાશ પામતે નથી. વર્તમાન એક સમય રૂ૫ વર્તમાનકાળ પણ છે. તે અતિ સૂક્ષમ હોવાથી અહીં પૃથગરૂપે કહ્યો નથી. (૧૦૩૯). હવે પુદ્ગલ પરાવર્તના ભેદે કહે છે. पोग्गलपरियट्टो इह दव्वाइ चउबिहो मुणेयव्यो । थूलेयरभेएहिं जह होइ तहा निसामेह ॥१०४०॥ આ જિનેશ્વર ભગવાનના શાસનમાં પુદગલ પરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્ય પુદગલ પરાવર્તન (૨) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૩) કાળ પુદ્ગલ પરાવત (૪) ભાવ પુદ્ગલ પરાવર્ત. આ ચારે પુદ્ગલ પરાવર્તના દરેકના બાદર અને સૂક્ષમ-એમ બે ભેદો છે. તે આ પ્રમાણે–(૧૦૪૦) ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવત ओरालविउव्वा तेयकम्म भासाण पाण मणएहि । फासेवि सबपोग्गल मुक्का अह बायरपरट्टो ॥१०४१॥ દારિક, વૈક્રિય, વૈજસ, કાણુ, ભાષા, શ્વાસે શ્વાસ અને મનવડે સર્વ પુદગલોને સ્પર્શ કરી જેટલા વખતમાં મૂકે, તેટલા કાળને બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહે છે. ન કેઈ એક જીવ વિકટ ભવરૂપી વનમાં ભમતા-ભમતા અનંતા ભવમાં ઔદારિક, વૈકિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મન-એ સાત પદાર્થોરૂપે ચૌદ રાજ
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy