SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭. સત્તર પ્રકારના મરણ ૧૯૧ આ ત્રણ મરણેનું કંઈક સ્વરૂપ કહે છે. કનિષ્ઠ એટલે નાનું જઘન્ય. મધ્યમ એટલે નાના અને મેટાની વચ્ચે રહેલ તે મધ્યમ. ચેઝ એટલે સહુથી મોટું. આ ત્રણે મરણે ચણાયેગ્યપણે કનિષ્ઠ, મધ્યમ અને જ્યેષ્ઠ જાણવા. સંયમ પ્રત્યે ચિત્ત સ્વસ્થતા એ વૃત્તિ. શરીર બળના કારણરૂપ વાઋષભનારાચ વગેરે સંઘયણ. આ ત્રણે મરણોધતિ અને સંઘયણ બળ વડે વિશિષ્ટ હોય છે. જેથી ત્રણે મરણમાં આ પ્રમાણે ભાવનાથી ભાવિત થાય કે, “ધીર પુરુષે પણ મરવાનું છે અને કાયર પુરુષે પણ અવશ્ય કરવાનું છે. આ પ્રમાણે અવશ્ય કરવાનું જ હોય, તે ધીરતાપૂર્વક મરવું એ જ ઉત્તમ છે. ૧ વગેરે ભાવનાથી ભાવિત થયેલ શુભાશયવાળો જ આ અનશન સ્વીકારે છે. આ ત્રણેનું ફળ પણ એક સરખું વૈમાનિક દેવપણું કે મોક્ષરૂપ છે. માટે કહ્યું છે કે “સુવિહિત મુનિ આ પચ્ચક્ખાણને સારી રીતે પાળીને વૈમાનિક દેવ થાય છે. અથવા સિદ્ધ થાય છે છતાં વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ ધતિમાનને જ આની પ્રાપ્તિ થાય છે. માટે જયેષપણું વગેરે એમની વિશેષતા કહેવાય છે. તથા ભક્તપરિણામરણ સાદી વગેરેને પણ હોઈ શકે કહ્યું છે કે, खव्वावि य अज्जाओ सव्वेविय पढम संघयण वज्जा । सव्वेवि देसविरया पच्चक्खाणेण उ मरति ।।१।। નિ. મા. ના. ૧૨૮ બધીય સાધવીઓ, પહેલા સંઘયણ વગરનાં બધા સાધુઓ, બધા દેશવિરતિધરો પચ્ચકખાણ વડે મરે છે. ૧ અહીં પચ્ચકખાણ શબ્દ વડે ભક્તપરિજ્ઞા જ કહી છે. કારણ કે આગળ પાદપપગમન વગેરે બીજી રીતે કહ્યા છે. ઇંગિની મરણ તે વિશિષ્ટ ધતિ સંઘયણવાળા સાધુને જ હોય છે. આથી સાધવી વગેરેને એને નિષેધ જણાઈ આવે છે. પાદપોપગમન નામ વડે જ વિશિષ્ટતમ તિ સંઘયણવાળા તથા વાઋષભનારાચ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે કે, પર્વત અને દિવાલ સમાન મજબૂત પહેલું સંઘયણ છે. તેમનો પણ ચદપૂર્વીન વિચ્છેદ થતા વિચ્છેદ થયે. તીર્થકર સેવિત હોવાથી પાદપોપગમનનું જ્યેષ્ટપણું છે અને બે અનશન વિશિષ્ટ સાધુ વડે સેવિત હોવાથી અન્યથાપણું છે એટલે જયેષ્ટપણું નથી. જેથી કહ્યું છે કે, બધા કાળમાં, સર્વ કર્મભૂમિઓમાં, સર્વ બધાથી પૂજાયેલા, સર્વના ગુરુ, સર્વ મેરૂ ઉપર અભિષેક કરાયેલા સર્વ લબ્ધિવાળા, બધાય પરિસિહોને પરાજિત કરીને બધાય તીર્થંકર પાદપપગમન વડે સિદ્ધિ પામ્યા. ૨. બાકીના ભૂતકાળ, વર્તમાનકાળ ભવિષ્યકાળના સર્વે સાધુઓમાં કેક પાદપપગમન પચ્ચખાણ વડે કેટલાક ઇંગિનીમરણ વડે તથા કેટલાક ભક્તપરિજ્ઞા વડે સિદ્ધિ પામ્યા છે. તેથી ભક્તપરિણા કનિષ્ઠ, ઇંગિની મધ્યમ, પાદપપગમન જ્યેષ્ઠ છે. (૧૦૧૭)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy