SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭. સત્તર પ્રકારના મરણ ૧૮૯ ખવાતું હોય, તે પણ તેને અટકાવ્યા વગર અને તેમના ભય હાથી, ઊંટ વગેરેના મૃત શરીરમાં પ્રવેશ કરી ખાવાદે તે ગૃધ્રપૃષ્ઠમરણ. જેમાં ગીધોવડે સ્પર્શ થાય તે ગૃધ્રસ્કૃષ્ટમરણ. અથવા ગીધેનું ભક્ષ્ય મરનારની પીઠ કે ઉપલક્ષણથી પેટ વગેરે જે મરણમાં છે, તે ગૃધ્રપૃષ્ઠમરણ કહેવાય, તે મરનાર અળતાની પૂણના પુત્ર પોતાની પીઠપર આપી પોતાની પીઠ વગેરે ગીધ વગેરે પાસે ખવડાવે. આ મરણ પાછળ કહ્યું હોવા છતાં એને પહેલા કહ્યું. કારણ કે અતિમહાસત્વવિષયક હોવાથી કર્મ નિર્જરામાં એને પ્રધાનતા છે. તે જણાવવા માટે પ્રથમ કહ્યું છે. ૧૪. વિહાયસમરણ - ઝાડની ડાળી વગેરે ઉપર ઊંચે બંધાવું તે ઉદ્દબંધન, આદિ પદ ઝાડ, પર્વતના ઢાળ વગેરે પરથી પડવા વગેરે દ્વારા પિતાની જાતે જ પોતાના આત્માનું જે મરણ કરે તે ઉદ્દબંધન વગેરે મરણ કહેવાય. વિહાયસિ એટલે આકાશમાં જે થાય તે વૈહાયસ. ઊંચે બંધાયેલાઓ આકાશમાં જ હોય છે. તેથી આકાશની જ પ્રધાનતાની વિવક્ષાના કારણે વૈહાયસમરણ કહ્યું. પ્રશ્ન – જે એ પ્રમાણે હેય, તે ગૃધ્રપૃષ્ટ પણ આપઘાતરૂપ હોવાથી તેને પણ વૈહાસમાં જ સમાવેશ કેમ નથી કરતા? ઉત્તર:- સાચી વાત છે. ફક્ત આ વૃધપૃષ્ઠમરણ અપસવવાળા જીવોને આદરવું અશક્ય છે, તે જણાવવા માટે ભેદ પાડવાપૂર્વક જણાવ્યું છે. પ્રશ્ન – આગમમાં કહ્યું છે કે, માવિય નિળવાળrળ, મમત્ત રવિન નથિ દુ વિણેલો, ગgબંમિ પવિ , તો વકરે ઢગુમડવિ. ૧ જિનવચનથી ભાવિત, મમત્વરહિત જીવોને પિતાને કે બીજાને એ કે વિશેષ ભેદ નથી હોતો માટે બંનેની પીડાને ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે આગમમાં કહ્યું છે. તે આ બે મરણ આત્માને અત્યંત પીડાકારક છે. તે આગમ વિરોધ કેમ ન થાય? આથી જ ભક્તપરિજ્ઞા વગેરેમાં પીડાના ત્યાગ માટે કહ્યું કે, પહેલા ચાર વર્ષો સુધી છદ્ર વગેરે વિવિધ તપ કરે પારણે વિગઈ વાપરે, પછી ચાર વર્ષો સુધી તે જ તપ વિકૃતિથી રહિત કરે. અર્થાત્ પારણે વિગઈન વાપરે. આ પ્રમાણે સંલેખનાવિધિ અને પાણી વગેરેની વિધિ તેમાં કહી છે અને દર્શન એટલે શાસનની મલિનતા બંને સ્થળ છે. ઉત્તર – ઉપર કહેલા ગૃધ્રપૃષ્ઠ અને વૈહાયસ નામના એ બે મરણે દર્શન એટલે શાસનની મલિનતા અપભ્રાજના દૂર કરવા વગેરે અથવા બીજા કારણે હોતે છતે ઉદાયી રાજાની પાછળ મરનાર તેવા પ્રકારના ગીતાર્થ આચાર્ય ભગવંતની જેમ અનુજ્ઞા આપેલ હોવાથી દેષ નથી. (૧૦૧૬)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy