SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭. સત્તર પ્રકારના મરણ ૧૮૫ ર. અવધિમરણ: જે પ્રમાણે આવી ચિમરણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ-એમ પાંચ પ્રકારે છે. તેમ આ અવધિમરણ પણ છે. જે હાલમાં મર્યો છે તે જ ફરીથી મરશે. તે અવધિમરણ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. અવધિ એટલે મર્યાદા તેથી જે નરક વગેરે ભવના કારણે આયુષ્યના દલિયાઓને ભોગવી મરણ પામે છે. ફરીવાર જે તે જ દળિયાઓને અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્યાવધિમરણ કહેવાય. કારણ કે તે દ્રવ્યોની અપેક્ષાએ ફરી તે દ્રવ્ય ગ્રહણ કરવા સુધી જીવામૃત હોય છે. ગ્રહણ કરી છોડી દીધેલા કર્મલિકને ફરી ગ્રહણ કરવારૂપ ક્રિયા પરિણામની વિચિત્રતાના કારણે સંભવે છે. એ પ્રમાણે ક્ષેત્ર કાળ વગેરેમાં પણ વિચારવું. ૩. આત્યન્તિકમરણ : આત્યંતિકમરણ અવધિમરણની જેમ દ્રવ્ય વગેરે ભેદે પાંચ પ્રકારે છે. આ મરણમાં આ વિશેષતા છે કે તે તે દ્રવ્યરૂપે ફરીથી મરતા જ નથી અને ભાવ આ પ્રમાણે છે. નરક વગેરે આયુષ્યપણે કર્મદળિયાને અનુભવીને (ભેગવીને) મરે. અને મરેલ ફરીવાર તે દળિયાઓને અનુભવીને મરશે નહીં. એ પ્રમાણે જે મરણ થાય, તે દ્રવ્ય અપેક્ષાએ અતિ અંતવાળું થતું હોવાથી આત્યંતિક કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્ર વગેરેમાં પણ વિચારવું. (૧૦૦૯) હવે વનમરણ અને વશાત મરણ કહે છે. संजमजोगविसन्ना मरंति जे तं वलायमरण तु । इंदियविसयवसगया मरंति जे तं वसट्ट तु ॥१०१०॥ સંયમ યોગથી વિષણ એટલે ઉગ પામી જે મારે તે વલનમરણ કહેવાય અને ઇન્દ્રિયોના વિષયોને આધીન થઈ જેઓ મરે, તે વાર્તમરણ કહેવાય છે. ૪. વનમરણ: સંયમ વ્યાપારરૂપ યોગોથી અથવા રોગોમાં વિષણુ થયેલા ઉદ્ગવિગ્ન થયેલા તે સંયમયેગ વિષણ કહેવાય છે. અતિ દુષ્કર તપ અને ચારિત્રને આચરવા માટે અસમર્થ થયેલ અને જે કુલ વગેરેની લજજાથી સંયમ છોડી ન શકનાર વિચારે કે અમારે આ કષ્ટક્રિયાથી કઈ પણ રીતે છૂટકારો થાઓ-એમ વિચારતે મરે તે વનમરણ કહેવાય. સંયમાનુષ્ઠાનથી જે વળતા (પડતા) (પાછા ફરતાનું) પરિણામવાળાનું જે મરણ તે વલનમરણ. જેમની વ્રત પરિણતિ ભગ્ન થઈ છે તેવા સાધુઓને જ આ મરણ હોય. બીજાઓને સંયમયેગોને જ અસંભવ છે તે તેમને વિષાદ ક્યાંથી હોય? સંયમને જ અભાવ હેતે છતે સંયમ વિષણુતા ક્યાંથી હોય? २४
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy