SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બીજા ક્ષેત્રમાં મીઠું વગેરે લઈ જવાય, ત્યારે તે દ્રવ્ય દરરોજ (ડું થોડું) અચિત્ત થતાં થતાં સો જન જેટલું જાય, આ સો જન બાદ વળી જુદા પ્રકારના આહારના કારણે તથા ઠંડી વગેરે લાગવાના કારણે નિયમ અચિત્ત થાય છે. કેટલાક સો જનની બદલે સે ગાઉ કહે છે. નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે “પદંતિવચના ” પ્રાકૃતના કારણે વિભક્તિનો ફેરફાર થયો હોવાથી ભાંડ એટલે માલને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા–સંક્રાંત કરવા વડે એટલે એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખવાના કારણે કે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં લઈ જવાના કારણે અથવા વાયુ, અગ્નિ, ધૂમાડે વગેરેના કારણે સે જન ગયા વગર પણ પોતાના સ્થાને અથવા બીજા સ્થાને રહેલ મીઠું વગેરે દ્રવ્ય અચિત્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર વગેરેના કેમે પૃથ્વીકાય વગેરેથી વનસ્પતિ સુધીના બધાયનું અચિત્તપણું સ્વીકારવું. (૧૯૦૧) हरियालो मणसिल पिप्पली उ खज्जूर मुद्दिया अभया । आइन्नमणाइन्ना तेऽवि हु एमेव नायव्वा ॥१००२॥ હડતાલ, મનશિલ, પીંપર, દ્રાક્ષ, ખજુર, હરડે-આ દ્રવ્ય પણ આ પ્રમાણે એટલે આગળની ગાથામાં કહ્યા પ્રમાણે સે ચેંજન પછી ઉપરોક્ત કારણે અચિત્ત થાય છે. સો એજનથી આવ્યા હોય તો પણ આ દ્રવ્યોમાં કેટલાક આચીણું છે અને કેટલાક અનાચી છે. તેમાં પીપર, હરડે વગેરે આચીણ હોવાથી લઈ શકાય અને ખજૂર, દ્રાક્ષ વગેરે અનાચીણ હોવાથી અચિત્ત હોવા છતાં પણ લેવાતા નથી. (૧૦૦૨) ___ आरुहणे ओरुहणे निसियण गोणाइणं च गाउम्हा । भोम्माहारच्छेओ उवक्कमेणं तु परिणामो ॥१००३॥ તે દ્રવ્યોને ચડાવતા, ઉતારતા, તેના પર બેસતા, ગાય વગેરેના શરીરની ઉમા, પૃથ્વી વગેરે આહાર ન મળવાના કારણે વગેરે ઉપક્રમેથી પરિણમન અચિત્તતા થાય છે. મીઠા વગેરેની અચિત્તતા થવાના કારણે કહે છે. તે મીઠા વગેરે દ્રવ્યોને ગાડામાં બળદ વગેરેની પીઠ પર ચડાવતા તથા ગાડા વગેરેમાંથી ઉતારતા તથા નિષદના એટલે મીઠાં વગેરે પર બેસતા પુરુષ અને બળદ વગેરેના શરીરની ઉષ્મા એટલે ગરમીના કારણે, મીઠા વગેરે જે દ્રવ્યને જે પૃથ્વી વગેરે આહાર હોય તેને તે ન મળવાના કારણે ઉપકમ લાગવાથી એટલે ઘણા વખત સુધી ભેગવવા ગ્ય આયુષ્ય પણ થોડા વખતમાં જેના કારણે પૂરું થઈ જાય, તે ઉપક્રમ કહેવાય. જે સ્વાય શસ્ત્ર વગેરે રૂપે છે. કેઈકને કઈક સ્વાય શસ્ત્ર હોય છે. જેમ ખારું પાણી મીઠું પાણીના શસ્ત્રરૂપે છે. કેઈકને પરકાયશસ્ત્ર હોય, જેમ વનસ્પતિને અગ્નિ પરકાયશસ્ત્ર છે. કેઈકને ઉભયકાયશસ્ત્ર હોય છે. જેમ માટીવાળું પાણી ચોખ્ખા પાણીનું શસ્ત્ર છે. આ ઉપક્રમ લાગવાથી પરિણામ-અચિત્તપણ થાય છે. આ કારણથી સચિત્ત દ્રવ્ય પણ અચિત્તપણારૂપે પરિણમે છે. (૧૦૦૩)
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy