SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આરંભ સમારંભનો ત્યાગ કરાવે. આસન અપાવવું વગેરે ક્રિયારૂપ અતિ નાના આરંભને નિષેધ નથી. કારણ કે તેવા પ્રકારના કર્મબંધના કારણનો અભાવ હોવાથી આરંભ પણાની પ્રાપ્તિ થતી નથી. (૯૯૦) ૧૦. ઉદિષ્ટ ભેજનવર્જન પ્રતિમા – दसमा दस मासे पुणउद्दिढकयंपि भत्त नवि जे । सो होइ उ छुरमुंडो सिहालिं वा धारए कोई ॥९९१॥ जं निहियमत्थजाय पुच्छंत सुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ अह नवि तो बेइ नवि याणे ॥९९२॥ દસમી પ્રતિમામાં દસ મહિના સુધી ઉદિષ્ટકૃત ભેજન ખાય નહીં અને અસ્ત્રથી મુંડન કરાવે. અથવા કોઈક ચેટલી પણ રાખે. જે દાટેલું ધન બાબત પુત્ર પૂછે તે તેને જાણતા હોય તે કહે અને ન જાણતો હોય તો ન કહે. દસ મહિના પ્રમાણની દસમી પ્રતિમા ઉદ્દિષ્ટ ભોજન ત્યાગરૂપ છે. જેમાં પ્રતિમા ધારી શ્રાવકને જ ઉદ્દેશીને જે ભોજન કરાયું હોય, તે ઉદ્દિષ્ટકૃત. આવા પ્રકારના ભાત વગેરે ઉદ્દિષ્ટ ભોજનને પ્રતિમાઘારી ખાય નહીં તે પછી બીજી સાવઘક્રિયા કરવાનું તે દૂર જ રહે. એમ અપિ શબ્દનો અર્થ છે. તે દસમી પ્રતિમાધારક શ્રાવક અસ્ત્રાથી મસ્તક મુંડાવે અથવા કેઈક માથે ચોટલી પણ રાખે અને તે જ શ્રાવક તે દસમી પ્રતિમામાં રહ્યો છતે જમીન વગેરેમાં દાટેલ સેન, પૈસા વગેરે દ્રવ્ય બાબત પુત્રો વગેરે અને ઉપલક્ષણથી ભાઈએ વગેરે પૂછે તે જે જાણતા હોય તે તેમને કહે, ન કહે તો આજીવિકા નાશને પ્રસંગ આવે. અને ન જાણતા હોય તે કહે કે “હું કંઈપણ જાતે નથી” આટલું છોડીને (આના સિવાય) બીજુ કંઈપણ ઘરનું કામ કરવું તે શ્રાવકને ખપે નહીં. એ ભાવ છે. (૯૧-૯૨) ૧૧. શ્રમણભૂત પ્રતિમા : खुरमुंडो लोएण व स्यहरण पडिग्गहं च गिण्हित्ता । समणो हुओ विहरइ मासा एकारसुक्कोसं ॥९९३।। ઉત્કૃષ્ટથી અગ્યાર મહિના સુધી રજોહરણ-પાત્રા લઈ, લગ્ન કરાવી અથવા અસ્ત્રાવડે મુંડન કરાવી શ્રમણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે, અમાથી મસ્તક મુંડાવીને અથવા હાથથી વાળ ખેંચવારૂપ લેચ કરીને મુંડાવેલ માથાવાળે, રજોહરણ એટલે એ તથા પાત્રા લઈ, આના ઉપલક્ષણથી બધા પ્રકારના
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy