SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પાંચ જ્ઞાન અને પાંચ ચારિત્ર : नाणाई पंच मइ १ सुय २ ओहि ३ मण ४ केवलेहि ५ भणियाई । . सामाइय १ छेय २ परिहार ३ सुहुम ४ अहक्खाय ५ चरणाइं ॥९७९॥ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. એમ પાંચ જ્ઞાનો કહ્યા છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત-એમ પાંચ ચારિત્ર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન–એમ પાંચ ભેદ જ્ઞાનના છે. એમની વ્યાખ્યા આગળ કરવામાં આવશે. ચંતે-તે-કાવ્ય મવોઃ પૂરદૂમિતિ વાનિ. જેના વડે ભવરૂપ સમુદ્રને સામે કિનારે પામી શકાય, તે ચરણ એટલે ચારિત્ર છે. તે પાંચ પ્રકારે–આ પ્રમાણે છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપાય, યથાખ્યાતચારિત્ર સમ એટલે રાગદ્વેષ રહિતપણે, અય એટલે ગમન–જવું તે સમાય. આ સમાયના ઉપલક્ષણથી બીજી પણ સાધુક્રિયાઓ સમાયરૂપે જાણવી, કારણ કે બધીયે સાધુકિયાઓ રાગ-દ્વેષ રહિતપણાથી હોય છે. સમાય વડે બનેલ અથવા સમાયમાં જે થયેલ હોય, તે સામાયિક છે. અથવા સમ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભરૂપ આય છે જેમાં તે સમાય છે. સમાય એ જ સામાયિક છે. વિનયાદિથી આકૃતિ ગણરૂપે સ્વાર્થમાં રૂળ પ્રત્યય લાગે છે. તે સામાયિક સર્વ સાવદ્યની વિરતિરૂપ છે. જો કે, આખું ચારિત્ર અવિશેષપણે સામાયિકરૂપે જ છે. છતાં પણ છેદ વગેરે વિશેષ ક્રિયાઓથી વિશિષ્ટ થવાના કારણે અર્થથી અને શબ્દાન્તરથી વિવિધતા (અલગ ભેદી) થાય છે. પહેલા તે વિશેષણ રહિતપણે સામાન્ય શબ્દ સામાયિક જ રહે છે. તે ઈવર અને યાવસ્કથિક એમ બે પ્રકારે છે. તેમાં ચેડા કાળનું તે ઈવર. આ સામાયિક ભરત, ઐરવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં મહાવ્રતારોપણ થયું નથી એવા નવદીક્ષિતને જાણવું. આ જન્મમાં જ્યાં સુધી આત્માની જીવનકથા છે. તેટલા કાળ પ્રમાણનું યાવતુકર્થ કહેવાય. તે યાવતકથં એ જ યાવસ્કથિક એટલે જીવે ત્યાં સુધી. આ યાવત્રુથિક ભરત, ઐરાવતક્ષેત્રમાં વચ્ચેના બાવીસ તીર્થકરના તીર્થમાં તેમજ વિદેહ ક્ષેત્રના તીર્થકરના તીર્થમાં મુનિઓને હોય છે. કારણ કે તેમને ઉપસ્થાપના હોતી નથી. પ્રશ્ન - ઈત્વરકાલિક સામાયિક શનિ મëત સામાયિ જાવક્લીવમ એ પ્રમાણે વ્રત ગ્રહણ વખતે જીવનપર્યતનું ગ્રહણ કર્યું હોય છે તેને ઉપસ્થાપના વખતે છોડી દેવાથી પ્રતિજ્ઞા ભંગ કેમ ન થાય?
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy