SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ દીપક – જે પોતે અંગારમઈકાચાર્ય વગેરેની જેમ મિથ્યાષ્ટિ કે અભવ્ય હોય અને ધર્મકથાથી માયાપૂર્વક અનુષ્ઠાન કરવા દ્વારા અથવા કેઈક અતિશય વડે, જિનોક્ત કેઈક તને દિપાવે એટલે બીજા આગળ તેને પ્રકાશ કરે, પ્રગટ કરે તેથી, તે મિથ્યાત્વને દીપકસમ્યક્ત્વ કહેવાય છે. પ્રશ્ન – પોતે મિથ્યાદૃષ્ટિ હોય અને તેને સમ્યક્ત્વ શી રીતે કહેવાય? વિરોધ ન આવે? ઉત્તર – તે મિથ્યાષ્ટિને પણ જે પરિણામ વિશેષ છે તે જ સમકિત સ્વીકારનાર ને સમ્યક્ત્વના કારણ રૂપે થાય છે. કારણમાં કાર્યના ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. જેમ ઘી ને આયુષ્ય કહેતા કેઈ દેષ લાગતું નથી. (૯૪૬) હવે ચાર પ્રકારે સમ્યક્ત્વ કહે છે. । खड्याई सासायणसहियं तं चउविहं तु विनयं । तं सम्मुत्तभंसे मिच्छत्ताऽऽपत्तिरूवं तु ।।९४७।। ક્ષાયિકાદિ ત્રણને સાસ્વાદન સહિત કરતા ચાર પ્રકારે સમ્યકત્વ જાણવું તે સમકિતથી પડયા બાદ અને મિથ્યાત્વ પ્રાપ્ત ન થયું હોય ત્યારે હોય છે. ક્ષાયિક વગેરે ત્રણ સમ્યક્ત્વને સાસ્વાદન સાથે મેળવતા ચાર પ્રકારે સમ્યકત્વ જાણવા. તે સાસ્વાદન સમકિત, અનંતાનું બંધી કષાયના ઉદયથી પથમિકસમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી જીવને જ્યારે હજુ મિથ્યાત્વ પ્રાપ્ત ન થયું હોય ત્યારે જાણવું. આને ભાવાર્થ આ પ્રમાણે છે : અંતરકરણમાં પશમિકસમ્યક્ત્વના કાળે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ બાકી હેય, ત્યારે કેઈક જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય છે તેથી તે કષાયદયના કારણે ઔપશમિક સભ્યત્વથી પડનારને હજુ સુધી મિથ્યાત્વ પ્રાપ્ત થયું નથી ત્યારે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ પ્રમાણ સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ત્યારબાદ આ જીવ નિયમામિથ્યાત્વના ઉદયથી મિથ્યાદષ્ટિ થાય છે. (૯૪૭.) હવે પાંચ પ્રકારે સમ્યક્ત્વ કહે છે. वेययसंजुत्तं पुण एयं चिय पंचही विणिद्दि ।। सम्मत्तचरिमपोग्गलवेयणकाले तयं होइ ॥९४८।। ઉપરોક્ત ચારે પ્રકારના સભ્યો સાથે વેદકસમ્યક્ત્વ ભેળવતા પાંચ પ્રકારે સમ્યકત્વ કહ્યા છે. તે વેદકસમ્યક્ત્વ, સમકિત મેહના છેલ્લા પુદ્ગલેના ભેગવટા કાળે હેય છે. વીતરાગ ભગવંતેએ ઉપરોક્ત ચારે પ્રકારના સમ્યકત્વમાં વેદક ભેળવતા સમ્યકત્વના પાંચ પ્રકાર કહ્યા છે, તે વેદકસમ્યકત્વ, સમ્યકત્વ મોહનીય પુંજ ઘણે ક્ષય થયા પછી
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy