SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન - આ સમક્તિ ઉપશમશ્રેણિમાં રહેલા ને જ હોય છે ? ઉત્તર :- ના, અનાદિ મિથ્યાષ્ટિ જીવને જે પ્રથમ સમ્યકત્વને લાભ થાય ત્યારે ઉપશમ સમક્તિ હોય છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, આયુષ્ય કર્મ છોડી સાત કર્મ પ્રકૃતિઓને અનાગ એટલે અનુપગપણે થયેલ યથાપ્રવૃત્તિ કરણ વડે દરેક પ્રકૃતિની સ્થિતિને ખપાવતા ખપાવતા પપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કેડા કેડી સાગરોપમ પ્રમાણની સ્થિતિ પ્રાપ્ત થાય, ત્યાં સુધી ખપાવે છે. કહ્યું છે કે મન; જરાં તુ પરિણામો-કરણ એટલે પરિણામ એ વચનાનુસારે અધ્યવસાય વિશેષરૂપ અપૂર્વકરણ વડે અતિગાઢ મજબૂત રાગદ્વેષરૂપ પરિણામથી બનેલ વજાપથ્થર જેવી કે ઈથી ભેદાય નહિ એવી કર્મની ગાંઠને ભેદે છે–તોડે છે. તે તેડીને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે અને તે અનિવૃત્તિકરણમાં દરેક સમયે વિશુદ્ધિને પામતે તે કર્મોને જ સતત અપાવતે અને ઉદયમાં આવેલ મિથ્યાત્વને ભાગવતે, ઉદયમાં ન આવેલ તે મિથ્યાત્વનું ઉપશમરૂપ અંતમુહૂર્ત કાળ પ્રમાણનું અંતરકરણ કરે છે. તેની વિધિ આ પ્રમાણે છે. અંતઃકરણ સ્થિતિમાંથી દલિકે લઈ લઈને પહેલી અને બીજી સ્થિતિમાં નાંખે છે. એ પ્રમાણે જ્યાં સુધી સંપૂર્ણ બધું અંતઃકરણ દલિક ક્ષય ન થાય, ત્યાં સુધી દરેક સમયે નાંખે. અંતમુહૂર્ત કાળમાં સંપૂર્ણ દલિકનો ક્ષય થાય છે. ત્યારબાદ તે અનિવૃત્તિકરણ પુરુ થયે છતે અને ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય થયે છતે, તથા ઉદયમાં ન આવેલને પરિણામની વિશુદ્ધિ વિશેષથી ઉદય રોકવા દ્વારા જીવ ઉખર ભૂમિ સરખા મિથ્યાત્વવિવરને પામી ઔપશમિકસમ્યકત્વને પામે છે. અને તેમાં રહેલ જીવ સત્તામાં રહેલ મિથ્યાત્વને શુદ્ધ કરી, ત્રણ પંજરૂપે અવશ્ય સ્થાપે છે. જેમ મિણ પાયેલ કેદરાને કેઈક ઔષધ દ્વારા શુદ્ધ કરે, ત્યારે શુદ્ધ કરતાં કેટલાક કેદરા શુદ્ધ થાય, કેટલાક અડધા જ શુદ્ધ થાય અને કેટલાક જરાપણ શુદ્ધ થતા નથી–એ પ્રમાણે જીવપણુ અધ્યવસાય વિશેષથી જિનવચન રુચિમાં પ્રતિબંધક અશુભ રસને નાશ કરવા વડે મિથ્યાત્વને શુદ્ધ કરે છે, તેને શુદ્ધ કરતાં તે મિથ્યાત્વના શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ-એમ ત્રણ પ્રકાર થાય છે. તેમાં શુદ્ધ પુંજરૂપ ભાગ સર્વજ્ઞધર્મને સમ્યક સ્વીકારમાં અપ્રતિબંધક એટલે વિદન કરનાર ન હોવાથી ઉપચારથી સમ્યકત્વપું જ કહેવાય છે. બીજો અર્ધશુદ્ધરૂપ ભાગ મિશ્રપુંજ કહેવાય છે. તેના ઉદયમાં જિનધર્મ પ્રત્યે ઉદાસીનતા જ હોય છે. અશુદ્ધ પુંજમાં અરિહંત આદિ પ્રત્યે મિથ્યાપ્રતિપત્તિ એટલે સુદેવ તરીકે તેમને સ્વીકારભાવ ન થતું હોવાથી મિથ્યાત્વપુંજ કહેવાય છે. આ પ્રમાણે અંતરકરણ વડે અંતમુહૂર્ત કાળ સુધી ઔપશમિકસમ્યકત્વનો અનુભવ કરીને, ત્યારબાદ જીવ નિયમ ક્ષપશમ સમ્યકત્વી કે મિશ્રદષ્ટિ કે મિથ્યાષ્ટિ થાય છે. આ કર્મગ્રંથકારને મત છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy