SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯. સમ્યફવના પ્રકાર ૧૪૩ | નિશ્ચય વ્યવહાર સમ્યક્ત્વ : દેશ, કાળ અને સંઘયણને અનુરૂપ યથાશક્તિ, યથાવત્ સંયમાનુષ્ઠાન રૂપ સંપૂર્ણ સાધ્વાચારના પાલનરૂપ જે મન, તે નિશ્ચયસમ્મહત્વ છે, વ્યવહારસમ્યકત્વ ફક્ત ઉપશમ વિગેરે લિંગથી લક્ષણે જણાતા આત્માના શુભ પરિણામ રૂપ જ નથી. પણ સમ્યક્ત્વના કારણરૂપ, જે અરિહતના શાસનને રાગ આદિ પણ છે, કારણ કે કારણોમાં કાર્યને ઉપચાર કરવા વડે સમ્યકત્વ મનાય છે, તે કારણે પણ પરંપરાએ શુદ્ધચિત્તવાળાને અપવર્ગ એટલે મોક્ષના કારણરૂપ થાય છે. કહ્યું છે, કે જે મૌન એટલે મુનિ પણું તે જ સમ્યક્ત્વ છે અને જે સમ્યક્ત્વ છે તે, જ મન મુનિ પણું છે. આ જ નિશ્ચયસમ્યક્ત્વ છે. વ્યવહારનયના મતે સમ્યકત્વ અને સભ્યત્વના કારણે પણ સમ્યક્ત્વ છે. જેનશાસનમાં વ્યવહારનય પણ પ્રમાણરૂપ છે, કેમ કે તેના આધારે જ તીર્થ પ્રવર્તે છે. તે વ્યવહારનય જે ન હોય, તીર્થવિચ્છેદને પ્રસંગે ઉપસ્થિત થાય છે. કહ્યું છે, કે જે જિનમતને સ્વીકારતા હે, તે વ્યવહાર અને નિશ્ચયને છોડતાં નહીં. કેમ કે વ્યવહારનયને ઉછેદ (નાશ) કરવાથી તીર્થ એટલે શાસનને નાશ અવશ્ય થાય છે. પૈગલિક સમ્યકત્વ - મિથ્યાત્વ સ્વભાવ જેમાંથી દૂર કર્યો છે, તે સમ્યકત્વ પુજના પુદગલના વેદન સ્વરૂપ ક્ષાપથમિકસમ્યહવ તે પિદગલિક છે. અપગલિક સમ્યકત્વ - મિથ્યાત્વ, મિશ્ર અને સમક્તિ મેહનીય રૂપ-દર્શન મોહનીયના પુદ્ગલોને સર્વથા ક્ષય કે ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલ કેવલ જીવના જ પરિણામરૂપ ક્ષાયિક કે પથમિક સમક્તિ, તે અપીદ્દગલિક સમ્યત્વ છે. નૈસર્ગિક અને અધિગમિક સમ્યક્ત્વનું વર્ણન આગળ કહેશે. ત્રણ પ્રકારે સમ્યકત્વ -કારક, રેચક અને દિપક-એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ છે. તે ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ બીજા પ્રકારે પણ છે, તે ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક ચાર પ્રકારે સમ્યક્ત્વ:– ક્ષાયિક, ઔપશમિક, ક્ષાપશમિક અને સાસ્વાદન ભેદે–એમ સમ્યકત્વ ચાર પ્રકારે છે. પાંચ પ્રકારે સમ્યક્ત્વ :- પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, સાસ્વાદન અને વેદક–એમ પાંચ પ્રકારે સભ્યત્વ છે. દશ પ્રકારે સમ્યકત્વ - આ પાંચે ભેદે નિસર્ગ અને અધિગમના ભેદથી દશ પ્રકારે છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy